હળવદ શહેરમાં એક પણ સારું રમતગમતનું મેદાન ન હોવાથી રમતવીરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ખાસ કરીને ક્રિકેટનો ક્રેઝ વધુ હોય પણ ક્રિકેટનું સારું મેદાન ન હોવાથી અગણિત પ્રતિભાઓ મુરજાય રહી છે.તેથી હળવદમાં સારું રમત ગમતનું મેદાન બનાવવાની માંગ સાથે યુવાનોએ ગૃહમંત્રી અને ધારાસભ્યને રૂબરૂ રજુઆત કરી હતી.
હળવદમાં નિયમિત ક્રિકેટ રમતા અને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતા યુવાનોએ આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન હળવદના ક્રિકેટ પ્રેમી યુવાનોએ હળવદમાં એકપણ સારું ક્રિકેટ ગ્રાઉન્ડ ન હોય તેથી રમતવીરોને હાલાકી પડતી હોય ક્રિકેટરોની પ્રતિભા વધુ વિકસાવવા યોગ્ય ક્રિકેટનું મેદાન જરૂરી હોવાનો ભાર મૂકી તાત્કાલિક હળવદમાં નવું ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાની રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને રજુઆત કરી હતી. સાથેસાથે આગામી તારીખ 25 માર્ચથી હળવદ હાઈવે પર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે શરૂ થનારી ક્રિકેટ ટુર્નામેન્ટનું આમંત્રણ પણ પાઠવ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.