તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરીનો કાળો કારોબાર:વસ્તડીમાં બેફામ ખનીજ ચોરી થતાં ખેડૂતોને વ્યાપક નુકસાન

સુરેન્દ્રનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
વસ્તડીમાં બેફામ ખનીજ ચોરી થતી હોવાથી ખેડૂતોને થતું નુકસાન અટકાવવા રજૂઆત - Divya Bhaskar
વસ્તડીમાં બેફામ ખનીજ ચોરી થતી હોવાથી ખેડૂતોને થતું નુકસાન અટકાવવા રજૂઆત
  • રેતી ચોરીને કારણે ખેડૂતોની પાઇપલાઇનને નુકસાનની રાવ

સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેર ઠેર રેતી ચોરીનો કાળો કારોબાર ચાલી રહયો છે. ત્યારે ખાણખનીજ ખાતુ થોડા ઘણા કેસ કરીને કાગળ ઉપર સબ સલામત હોવાનો રિપોર્ટ કરી પોતાની કામગીરી બતાવી સંતોષ માની રહ્યું છે. આવા સમયે વસ્તડી ગામમાં ચાલતી રેતી ચોરોનો ધંધો ખેડૂતો માટે આફત બની ગયો છે. આ બાબતે ગામના સરપંચે લેખિત રજૂઆત કરીને રેતી ચોરી અટકાવી ખેડૂતોને થતું નુકસાન બંધ કરાવવાની માગણી કરી છે. જિલ્લામાં વહેતી નદીઓ અને ભોગાવોમાં રેતીનો અખુટ ભંડાર આવેલો છે. સરકાર દ્વારા આવક ઊભી કરવા માટે રીતેની લીઝ તો આપવામાં આવે છે.

પરંતુ તેમ છતાં જિલ્લાની મોટાભાગની નદીઓ જળાશયોમાં તેની ચોરીની કાળો કારોબાર ચાલી રહ્યો છે. જેમાં ખાણખનીજ વિભાગના અધિકારીઓના પણ કાળ હાથ હોવાની વાતો જગ જાહેર છે. આવા સમયે વસ્તડીમાં ચાલતું રેતી ચોરીનું કૌભાંડ ખેડૂતો માટે આફત બની ગયુ છે. ગામના સરપંચ રેખાબા અજીતસિંહ તથા પાણી સમિતિના જી.ડી.ગોહિલે સરકારી કચેરીઓમાં લેખિત રજૂઆત કરીને એવી વિગતો જણાવી છે કે ગામમાં બે વોસ પ્લાન્ટ ઉભા કરીને 15 ટ્રેક્ટર દ્રારા રેતીની ચોરી કરવામાં આવે છે. દિવસભર 250થી 300 ટ્રેકટર રેતીના ફેરા કરવામાં આવી રહ્યા છે. જેને કારણે ખેડૂતોની પાઇપલાઇન અને કુવાને મોટુ નુકસાન થઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...