આજે શનિવારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વઢવાણ-કોઠારીયા રોડ પર આવેલા વર્ધમાન વિદ્યાતીર્થ વિનય વાટિકા ખાતે જૈન સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, 2600 વર્ષ અગાઉ ભગવાન મહાવીર સ્વામીએ પાણીને ઘીની જેમ વાપરવા કહ્યું હતું, જે આવનારી પેઢી માટે ઉપયોગી સાબિત થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 131 ભગવાનની પ્રતિષ્ઠા તેમજ ગુરૂ વલ્લભ સુરીશ્વરજી મ.સા.ના આશિર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી. તેમજ હાલ ઉનાળામાં પાણીની તંગીને લઇને પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા પણ જણાવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવેલા વિનયવાટીકામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ હાજર રહ્યાં હતાં.
જ્યાં મુખ્યમંત્રીએ પ્રાસંગિક ઉદબોધનમાં જૈન ધર્મનું મહત્વ, ઈતિહાસ, અહિંસા અને સેવા સહિતના મુદ્દે જૈન સમાજની પ્રશંસા કરી વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગત વિધાનસભા સભા બજેટમાં મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનામાં રૂ. 500 કરોડ ફાળવવામાં આવ્યા છે. જેનાથી અબોલ જીવોની સેવા થશે, ત્યારે એમણે વધુમાં જણાવ્યું હતું કે પહેલા હું મચ્છરોને મારતો હતો, હવે હું અત્યારે મચ્છર નથી મારતો એટલે હવે જીવદયામાં હું માનતો થયો ત્યારથી મને મચ્છર નથી કરડતાં. તેમજ આજથી 2600 વર્ષ અગાઉ ભગવાન મહાવીર સ્વામીએ જણાવ્યું હતુ કે, પાણીને ઘીની જેમ વાપરો તેવું જાણવા પાણીનું મહત્વ સમજાવ્યું હતું, જે આવનારી પેઢી માટે ઉપયોગી સાબિત થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.