ભાવવધારો:મોંઘી ઉત્તરાયણ : દોરી પતંગમાં 20થી 25 ટકાનો ભાવવધારો

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 ફૂટથી 4 ઇંચના પતંગોનું બજારમાં આગમન - જિલ્લામાં ખંભાત, અમદાવાદ, નડિયાદ સહિતના સ્થળોએથી પતંગો આવતા હોય છે

સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓમાં ઉતરાયણ પર્વમાં પતંગ ઉડાવવાના શોખીન લોકો મોટી સંખ્યામાં છે.ત્યારે 2023ના વર્ષના પ્રથમ તહેવારને ઉજવણી માટે બજારમાં અત્યારથી પતંગોએ આકર્ષણ જમાવવાનું શરૂ કર્યુ છે.જેમાં અવનવી સાઈઝ અને ડિઝાઇનના પતંગો બજારમાં આવ્યા છે.ત્યારે આ વર્ષ ગત વર્ષની સરખામણીએ 20 થી 25 ટકાનો ભાવ વધારો પતંગ રસીકોને થોડી ઉતરાયણ મોંઘી પાડે તેવી શક્યતા છે.જ્યારે હાલ ઓછી પણ ઉતરાયણ અગાઉ સપ્તાહમાં ઘરાકી ખુલવાની વેપારીઓ આશા સેવી રહ્યા છે.

ઝાલાવાડીઓ દરેક પર્વને મનભરી ઉજવણીમાં માને છે એમાંય દર નવા વર્ષે આવતો પ્રથમ તહેવાર ઉતરાયણની અનેરૂ મહત્વ છે.જેમાં કરોડો રૂપીયાના પતંગ દોરા ખરીદી જિલ્લા વાસીઓ ઉજવણી કરતા હોય છે. જિલ્લામાં અત્યારથી જ બજારોમાં અવનવી ડીઝાઇન અને આકાર વાળા પતંગોએ આકર્ષણ જમાવ્યુ છે.જિલ્લામાં મુખ્યત્વે પતંગો સુરેન્દ્રનગર જિલ્લામાં ખંભાત, અમદાવાદ, વડોદરા, નડિયાદ સહિતના સ્થળોએથી પતંગો આવતા હોય છે.જે દિવાળી બાદ તૈયાર થઇ જતા હોલસેલના વેપારીઓ સ્ટોક કરી રીટેઇલને વિતરણ શરૂ કરી દેતા હોય છે.

હાલ જિલ્લામાં 500થી 700 નાના મોટા પતંગના વેપારીઓ પતંગ દોરીના વેચાણના વ્યવસાય સાથે જોડાયેલા છે.જે 10થી 25 લાખનો માલ ભરતા જિલ્લામાં અંદાજે 8 થી 10 કરોડના પતંગ દોરા બજારમાં આવી સજાવી દેવાયા છે.પરંતુ આ વર્ષપણ પતંગ દોરાના કાચા માલ અને મજુરીમાં થયેલા વધારાને કારણે ભાવમાં20થી25 ટકા જેટલો વધારો થયો છે.

અને આથી જ હાલ તો બજારમાં ઘરાકી ખુબી ઓછી જોવા મળી રહી છે. પરંતુ રીટેઇલ વેપારીઓ હોલસેલ વેપારી પાસેથી માલ ખરીદી કરી રહ્યા છે.સામાન્ય રીતે ઉતરાયણના સપ્તાહ અગાઉથી ખરીદી શરૂ થઇ જતી હોય છે આથી જિલ્લાના વેપારીઓને આ વખત સારો વેપાર થાય તેવી આશા છે.

આ વખત પણ અવનવી ડિઝાઇનના દેશી પતંગો સાથે ચાઇનીઝ બનાવટના કાપડા પતંગની બોલબાલા છે. સામાન્ય રીતે કાગળના પતંગ ફાટી જવાની કે કમાન છટકી જવાની મોટી સમસ્યા રહે છે. ત્યારે આ કાપડના પતંગ ટકવામાં મજબુત હોય છે અને ફાટતા નથી આ ઉપરાંત કાગળના પતંગની સરખામણીએ મોટા હોય તાણવાર પતંગ ચગાવવાની પણ મજા આવતી હોવાને કારણે કાપડા પતંગની માંગ પણ રહે છે.હાલ બઝારમાં રૂ.30થી લઇને રૂ.300ના એક પતંગના ભાવથી વેચાઇ રહ્યા છે.

આ વર્ષ ડેકોરેશન, પંતગ સહિતની નવી વેરાઇટિઝ
સુરેન્દ્રનગરમાં આ વર્ષ બજારમાં ચાઇનીઝ કાપડના પતંગ,, જ્યારે નાનીમોટી ડિઝાઇનમાં રાજકીય આગેવાનોમાં મોદી સહિત નેતા, કાર્ટુનમાં ડોરેમોન, પબજી, ફ્રીફાયર, દેશભક્તીને લગતા ચિત્રો સ્લોગન, ફિલ્મોમાં પુષ્પા અને કેજીએફના ચિત્ર વાળા તથા નવાવર્ષ 2023ને આવકારતા ચિત્ર વાળા પતંગ આકર્ષણ જમાવી રહ્યા છે.જ્યારે બાળકો માટે લાઇટોવાળી ટોપી, ચશ્મા નવીનતા લઇને આવશે.જ્યારે પ્રાણીઓ, કાર્ટુનકેરેક્ટર્સ, ઓનલાઇનગેમના કેરેક્ટર્સના ડિઝાઇનના મહોરા આકર્ષણ જમાવી રહ્યા છે.

કાચોમાલ અને મજૂરી વધતા ભાવવધારો થયો છે
પતંગના હોલસેલ વેપારી રમીઝ કુરેશીએ જણાવ્યું કે, જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ કાચામાલ જેમાં કાગળ, કમાન, ડેકોરેશનની વસ્તુનો ભાવ વધારો તથા મજૂરીમાં પણ વધારો થયો છે. જેના પગલે આ વર્ષે પતંગના ભાવમાં 20થી 25 ટકાનો વધારો થયો છે. જ્યારે કોટનના ભાવને લીધે દોરીમાં ભાવ વધારો આ વર્ષ રહેશે.પતંગ પર 5 ટકા, કાચાદોરા પર 5 ટકા, તૈયારફિરકાપર 12 ટકા જીએસટીથી પણ વધારો રહેશે.

અન્ય સમાચારો પણ છે...