ભાસ્કર વિશેષ:દિવાળી વેકેશન બાદ ધો.1થી 5ની શાળા ખૂલવાના આસાર

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં શાળાઓ ઓફલાઇન શરૂ થયા તેવા આશાર  છે. - Divya Bhaskar
જિલ્લામાં શાળાઓ ઓફલાઇન શરૂ થયા તેવા આશાર છે.
  • તાજેતરમાં રાજ્ય શિક્ષણ મંત્રીએ બેઠક યોજી હતી, 2 વર્ષથી ઓફલાઈન અભ્યાસથી વિદ્યાર્થીઓ પર અસર

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કાળ શરૂ થયો ત્યારથી શાળા, કોલેજો બંધ થતા શિક્ષણ ઓનલાઇન આધારીત થઇ ગયું હતું. હાલ કોરોના સંક્રમણ ઓછું થતાં પહેલાં ધો. 10થી 12 અને હાલ ધો.6 થી 8નું શિક્ષણઓફલાઇન શરૂ થયું છે. આ શિક્ષણ શરૂ થયાને સંક્રમણ ધ્યાને ન આવ્યું હોવાથી હાલ ધો.1 થી 5ની શાળાઓનું પણ ઓફલાઇન શિક્ષણ શરૂ કરાવવા લોકમાંગ ઉઠી હતી. તાજેતરમાં શિક્ષણ મંત્રીએ યોજેલ બેઠકમાં ધો.1થી5ની શાળા ખોલવા અંગે ચર્ચા થતા શાળાઓ ખુલવાના આશાર દેખાયા છે.

ગુજરાત રાજ્ય સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોનાની પ્રથમ લહેરથી જ વિદ્યાર્થીઓના સ્વાસ્થય હિતને ધ્યાને લઇ શાળાઓ અને કોલેજો બંધ કરવામાં આવી હતી. જેમાં ખાનગી અને સરકારી શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓ છેલ્લાં 2 વર્ષથી ઓનલાઇન શિક્ષણ પર નિર્ભર હતા.

પરંતુ ધીમેધીમે કોરોનાની અસર અને સંક્રમણ ઘટતા જનજીવન ફરી ધમધમતું થયું હતું. આથી સરકારે છૂટછાટ સાથે શેરી શિક્ષણ અને ઓફલાઇન શિક્ષણ કાર્યશરૂ કર્યું હતું. ત્યારબાદ કોલેજો અને ધો.10થી 12ના વિદ્યાર્થીઓને ઓફલાઇન શિક્ષણની શરૂઆત સાથે શાળા અને કોલેજો ફરી ધમધમતી કરાઇ હતી. તાજેતરમાં ધો. 6થી 8ના વિદ્યાર્થીઓને પણ શાળાઓમાં જઇ અભ્યાસ કરવાનો લાભ આપવાની સરકારે છૂટ આપતા ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ થયું છે.

જ્યારે જિલ્લામાં ધો.1થી5નું શિક્ષણ પણ ફરી શરૂ કરવા માટે ખાનગી શાળા સંચાલક મંડળે ડિઇઓ અને ડિપીઇઓને શિક્ષણમંત્રીને સંબોધી રજૂઆત કરી હતી.તાજેતરમાં નવા શિક્ષણમંત્રીએ યોજેલી બેઠકમાં પ્રથમિક શાળાઓમાં ધો.1થી 5નું ઓફલાઇન શિક્ષણકાર્ય શરૂ કરવા અંગે ચર્ચા વિચારણા થઇ હતી.

આથી જિલ્લામાં ધો.1થી 5માં હાલ ખાનગી અને સરકારી શાળાઓમાં 54,251 વિદ્યાર્થીઓ અને 51,949 વિદ્યાર્થિનીઓ એમ કુલ 1,06,200 વિદ્યાર્થીઓ ઘેર બેઠા અભ્યાસ કરી રહ્યા છે.તેમને ફરી શાળાઓમાં ફરી બાળકો અભ્યાસ કરી શકે તેવા આશાર દેખાઇ રહ્યા છે.

કોઇ પરિપત્ર આવ્યો નથી
જિલ્લામાં પ્રાથમિક શિક્ષણમાં ધો.6થી 8નું ઓફલાઇન શિક્ષણ કાર્ય ચાલુ છે. હાલ દિવાળીનું વેકેશન ચાલુ હોવાથી રજાઓ છે. ધો.1થી 5ની શાળાઓ ઓફલાઇન શરૂ કરવા અંગે સરકાર કે શિક્ષણ વિભાગની કોઇ સૂચના કે પરીપત્ર મળ્યો નથી જો આવશે તો જાણ કરાશે. - એમ.જી.રથવી, નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી

ઓફલાઈન શિક્ષણ જરૂરી
બાળક સતત મોબાઇલમાં ઓનલાઈન અભ્યાસમાં એકાગ્ર થઇ અભ્યાસ ન કરી શકે. જ્યારે આખો દિવસ મોબાઇલ સામે બેસી રહેવાથી તેના આંખોને પણ અસર થાય છે. આથી શાળામાં શિક્ષકો સમક્ષ અભ્યાસ કાર્ય ફરી શરૂ થાય તે જરૂરી બન્યું છે. -હાર્દિકભાઇ મહેતા, વાલી

નિયમોના પાલન સાથે શિક્ષણકાર્ય કરાવાશે
જિલ્લામાં ધો.6થી 8ના વર્ગોની આ વર્ષે જ ઓફલાઇન અભ્યાસની શરૂ થયા ત્યારથી હજુ સુધી એકપણ વિદ્યાર્થી કોરોના સંક્રમીત થયાનો બનાવ ધ્યાને આવ્યો નથી. જ્યારે સરકારી સંસ્થા આઇસીએમઆર દ્વારા પણ બાળકોને કોરોનાનું જોખમ ન હોવાનું જણાવ્યુ છે. ધો.1થી5 એ બાળકના શિક્ષણનો પાયો હોવાથી બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટેબાળકોના હિતમાં ફરી શાળા શરૂ કરવાની છૂટ મળે તે સમયની માંગ છે. સરકાર છૂટ આપેતો તમામ નિયમોના પાલન સાથે ઓફલાઇન અભ્યાસ કાર્ય શક્ય છે. -ઇન્દ્રસિંહ ઝાલા, સુરેન્દ્રનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...