રજૂઆત:પાલિકા વિસ્તારના વેપારીઓને 1 વર્ષના વેરામાંથી મુક્તિ આપો, કોંગ્રેસના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરીમાં આવેદન

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નોટબંધી, જીએસટી અને લોકડાઉનને કમર ભાંગી નાખી

સુરેન્દ્રનગર વઢવાણ શહેરી વિસ્તારના વ્યાપારીઓ અને નાના ઉદ્યોગકારોને એક વર્ષના વ્યવસાયવેરા સહીતના તમામ વેરા માફ કરવાની માંગ સાથે કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટર કચેરીમાં લેખીત આવેદન પાઠવ્યું હતું. કોરોના મહામારીના કારણે ધંધો રોજગાર ઠપ્પ થઇ ગયેલા હોય તંત્ર દ્વારા આ અંગે સત્વરે હકારાત્મક નિર્ણય કરાય તેવી માંગ કરી હતી.

કોરોના મહામારીના કારણે સરકારે લોકડાઉન જાહેર કર્યું હતું જેને લઇને નાના વેપારીઓ તેમજ ઉદ્યોગકારોના ધંધા રોજગાર ઠપ્પ થઇ ગયા હતા. અને હાલ સરકાર દ્વારા તબક્કાવાર અનલોક જાહેર કરવામાં આવી રહ્યું છે પણ ધંધા રોજગારની પરિસ્થિતી હજુ પણ ડામાડોળ છે ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં વેપાર કરતા નાના વેપારીઓ તેમજ ઉદ્યોગકારોને પાલિકા તંત્ર દ્વારા વ્યવસાય વેરા સહીતના તમામ વેરા માફ કરવાની માંગ સાથે કોંગી આગેવાનોએ કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે નોટબંધી, જીએસટી અને ત્યાર બાદ લોકડાઉનના કારણે નાના વેપારીઓની આર્થિક હાલત કફોડી બની છે ત્યારે સરકાર દ્વારા નાના વેપારીઓ અને નાના ઉદ્યોગકારોની સ્થિતીને ધ્યાને લઇ એક વર્ષ માટેના વ્યવસાયવેરા સહીતના તમામ વેરા માફ કરવામાં આવે તેવી માંગ છે. લોકડાઉન બાદ હજુ પણ ધંધા રોજગાર તેમજ ઉદ્યોગો રાબેતા મુજબ શરૂ થવામાં સમય લાગે તેમ હોય તંત્ર દ્વારા લોકહીતને ધ્યાને લઇ સત્વરે યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી રજૂઆતના અંતે માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...