કારોબારી બેઠક:સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક મળી, વિધાનસભા ચૂંટણીનાં પરીણામને લઈ ચિંતન કરવામાં આવ્યું

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક પ્રમુખ રૈયા રાઠોડના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ આવનારી નગરપાલિકાની ચૂંટણી લડવા માટે કાર્યકરોને હાકલ કરવામાં આવી હતી. તેમજ ભારત જોડો યાત્રાને જિલ્લાના એક એક ગામ સુધી લઈ જવાની હોય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ મિટિંગમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચેતનભાઈ ખાચર, પુર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, પુર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી, રાઘવજી ભાઈ મેટાલીયા, કીશાન કોંગ્રેસ ચેરમેન રામકુભાઈ કરપડા, મહિલા પ્રમુખ સાથે તમામ તાલુકા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ ચેરમેન સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા. તેમજ જિલ્લા પંચાયત સદસ્ય તાલુકાના પંચાયત સદસ્યોએ હાજરી આપી હતી. વિધાનસભા ચૂંટણીનાં પરીણામને લઈ ચિંતન કરવામાં આવ્યું હતું. તેમજ ચેતન ખાચરે જણાવ્યું કે, હાથથી હાથ જોડો યાત્રા ગામડે-ગામડે જશે અને જનતાના પ્રશ્નો બાબતે રજૂઆત સાથે લડત આપશે. કોંગ્રેસ કાયમ નાના માણસો સાથે રહી છે, અને રહેશે.

અન્ય સમાચારો પણ છે...