તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:રાહત પેકેજના એજન્ડામાં અગરિયાઓ બાકાત

સુરેન્દ્રનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાઉતે વાવાઝોડામાં થયેલા નુકસાન અંગેના
  • દિશાનિર્દેશ સમિતિ ધ્રાંગધ્રા દ્વારા નુકસાનનું વળતર અપાવવા માંગ

ગુજરાત રાજ્યમાંથી તાજેતરમાં પસાર થયેલા તાઉતે વાવાઝોડાએ રાજ્યના જિલ્લઓમાં નુકશાન પહોંચાડ્યુ હતુ. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસે 9836 કરોડની સહાયની વિવિધ માંગણીઓ કરી છે. જેમાં બાગાયતી પાકો, વીજળી, સિંચાળ જળ વિતરણ વ્યવસ્થા વગેરેનો એજન્ડામાં સમાવેશ કરાયો છે. જેમાં અમરેલી ગીર, સોમનાથ અને જુનાગઢ જિલ્લાઓનો સમાવેશ કર્યો છે. પરંતુ કચ્છના નાના રણનો ઉલ્લેખ કરાયો નથી.

જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ ડો.મહેન્દ્રભાઇ મુંજપરા, ધ્રાંગધ્રા ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયાએ વાવાઝોડામાં અગરીયાઓને થયેલા નુકશાનનો સર્વે કરાવી રાહત સહાય ચુકવવા કરેલી ભલામણ ધ્યાને લઇ લોકોએ જે લીડથી લોક પ્રતિનિધી ચુટ્યા જેથી સરકાર બની તેમની ભલામણ પણ ધ્યાને લેવાઇ ન હતી. જ્યારે કચ્છના નાના રણમાં વાવાઝોડામાં અસરગ્રસ્ત બનેલા મીઠા ઉધોગ અને તેની સાથે સંકળાયેલા મીઠા શ્રમીક કામદારોનું મીઠાઉત્પાદન પાકનું નુકશાન કે નુકશાન પામેલી સોલાર સિસ્ટમો તથા નાની મોટી મીઠા ઉધોગની સહાય માટે ક્યાંય એજન્ડામાં જ ઉલ્લેખ કર્યો નથી. આથી કચ્છના નાના રણમાં મીઠુ પકવતા અગરીયા સમુદાયમાં રોષ અને નારાજગી પ્રગટી છે.

અન્ય સમાચારો પણ છે...