તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ:જિલ્લાના ધો.10, 12ના રિપીટર વિદ્યાર્થીઓની આજથી પરીક્ષા

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં યોજાનાર ધો.10 અને ધો.12ની પરીક્ષાની તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો. - Divya Bhaskar
જિલ્લામાં યોજાનાર ધો.10 અને ધો.12ની પરીક્ષાની તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો.
  • ધો.12 વિજ્ઞાન પ્રવાહની 2 બિલ્ડિંગમાં, સામાન્ય પ્રવાહની 12 બિલ્ડિંગમાં, ધો.10ની 61 બિલ્ડિંગમાં વ્યવસ્થા

રાજ્ય સરકારે કોરોનાકાળમાં ધો.10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી આગળના વર્ગમાં મોકલ્યા હતા. પરંતુ રિપિટર વિદ્યાર્થીઓને પાસ ન કરતા પરીક્ષાનું આયોજન કરાયું હતું. આજથી રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થનાર છે. ધો.12 સાયન્સના 337, સામાન્ય પ્રવાહના 3910, ધો.10ના 11,203 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.

રાજ્યમાં કોરોના કાળમાં સતત કેસો વધી રહ્યા હોવાથી રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની જાળવણીને લઇ શાળાઓ બંધ રાખી હતી. ત્યારે પરીક્ષાનો સમય નજીક આવવા છતા કોરોના કેસ ઓછા ન થતા વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઇ સરકારે ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનું નક્કી કર્યું હતું. જેમાં ધો.10 અને ધો.12ના રિપિટર વિદ્યાર્થીઓનો સમાવેશ ન કરવામાં આવતા રોષની લાગણી ફેલાઇ હતી. ત્યારે સરકારે હાલ કોરોના કેસોમાં સતત ઘટાડાને ધ્યાને લઇ ધો.10 અને ધો.12ની પરીક્ષાનું આયોજન કર્યું છે.

15 જુલાઇથી 28 જુલાઇ દરમિયાન પરીક્ષાનું આયોજન કરાયું છે.આથી ધો.12 વિજ્ઞાન પ્રવાહનાટે 1 કેન્દ્ર 16 બ્લોકમાં 337 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહના 12 કેન્દ્રમાં 137 બ્લોકમાં 3910 વિદ્યાર્થીઓ સવારે 10થી 1-15 દરમિયાન પરીક્ષા આપશે. ઉપરાંત ધો.10ના 15 કેન્દ્ર 61 બિલ્ડિંગમાં 882 બ્લોકમાં 11,203 વિદ્યાર્થી માટે સવારે 10થી 1-15 દરમિયાન પરીક્ષા આપવા બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...