તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:જિલ્લામાં 2 સેન્ટરમાં 12 સાયન્સની, 12 કેન્દ્રમાં સા.પ્ર.ની 1 જુલાઈથી પરીક્ષા

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 1 બ્લોકમાં 20 જ વિદ્યાર્થી બેસાડાશે, કોરોના થયો હશે તો 25 દિવસ પરીક્ષા લેવાશે

રાજય સરકારે ધો.12 સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા વિધાર્થીઓની પરીક્ષા તા.1 જુલાઇથી શરૂ થવાની જાહેરાત કરી છે. આથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ દ્વારા તા.1-6-21ના રોજ પરીપત્ર જાહેર કરી તા.1-7-2021 થી તા.16-7- 21 દરમિયાન ધો.12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ તથા ધો.10 રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાનું નક્કી કર્યાનું જાહેર કર્યું છે. જિલ્લાના ધો.12 વિજ્ઞાન પ્રવાહના 1607, ધો.12 સામાન્ય પ્રવાહના 10,133 અને ધો.10ના 8798 રિપિટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારી કેસને ધ્યાને લઇ ધો.12માં પેપર માટે 25 ટકા અભ્યાસક્રમ ઓછો કરાયો છે.

માર્ચમાં લેવાતી પરીક્ષા જુલાઇમાં લેવાનાર હોવાથી વિધાર્થીઓને તૈયારી કરવા માટે વધુ સમય મળ્યો છે. આમ વિદ્યાર્થીઅને બેવડા ફાયદાની અસર પરિક્ષામાં દેખાશે. સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાનાર પરિક્ષામાં વિદ્યાર્થીઓ માટે કોરોના ગાઇડલાઇન ધ્યાને લઇ એક બ્લોકમાં 20 જ વિદ્યાર્થીઓને બેસાડવાનું આયોજન કરાયું છે. જે વિદ્યાર્થીઓ પરીક્ષા પહેલા દરમિયાન કોરોના પોઝિટિવ આવે કે ક્વોરનટાઇન હોય તો તે વિદ્યાર્થીઓની પરીક્ષા 25 દિવસ બાદ આયોજન કરાવામાં આવશે.આમ પરીક્ષાની તારીખની જાહેરાત થઇ જતા વિદ્યાર્થીઓ પેપર આપવા અને શિક્ષણ વિભાગ પરીક્ષા લેવાની તૈયારીઓમાં લાગી ગયા છે.

ધો.10ના રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા 18 કેન્દ્ર પર લેવાશે
ધો.12 સાયન્સના સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા બે સેન્ટર માં 9 બિલ્ડિંગ અને 84 બ્લોકમાં પરીક્ષા યોજાશે.જ્યારે ધો.સામાન્ય પ્રવાહના 12 કેન્દ્રોની 83 બિલ્ડિંગમાં 274 બ્લોકમાં પરીક્ષા યોજાશે. ધો.10 રીિિટરની પરીક્ષામાટે 18 સેન્ટરના 57 બિલ્ડિંગના 446 બ્લોકમાં પરીક્ષા યોજાશે. જેમાં વિદ્યાર્થીઅને સુપરવાઇઝરને પ્રવેશપહેલા ટેમ્પ્રેચર ચેક કરવું, હાથ સેનેટાઇઝ કરવા માસ્ક ફરજીયાત પહેરવું સહિત નિયમોના પાલન સાથે એન્ટ્રી અપાશે.જ્યારે એક બિલ્ડીંગમાં 10 જ બ્લોક ફાળવાશે જેમાં એક બ્લોકમાં 20 વિદ્યાર્થી જ બેસાડાશે. - એસ.એમ.બારડ, શિક્ષણ અધિકારી

અન્ય સમાચારો પણ છે...