નિવેદન:હથિયારના લાઈસન્સ સહિતના પુરાવા કે.રાજેશની ધરપકડ માટે મહત્ત્વના બન્યા

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • CBIએ પ્યૂનથી લઇને અધિકારીઓના નિવેદનો લીધા હતા

સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેકટર કે.રાજેશની લાંબી તપાસ બાદ સીબીઆઇએ ધરપકડ કરી લીધી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં રોકાઇને સીબીઆઇની ટીમે ખાસ કરીને શથીયારના આપેલા લાઈસન્સના પુરાવા તથા જળસંચયમાં જમા થયેલા ચેક સહિતના લીધેલા દસ્તાવેજો ધરપકડ માટે મહત્વના હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેક્ટર કે.રાજેશ સામે રૂપીયા લઇને હથિયારના પરવાના આપવાના, ખોટી રીતે સંસ્થાઓને જમીન ફાળવી દેવાની સાથે, મંડળીને જમીન ફાળવવાની સાથે ચોટીલામાં જમીન ફાળવણીમાં પણ વિવાદ થયો હતો. આવી અનેક રજૂઆત મળતા સીબીઆઇએ તપાસ હાથ ધરી હતી.

અને આ માટે સીબીઆઇની ટીમે સુરેન્દ્રનગરમાં ધામા નાખ્યા હતા. જેમાં ખાસ કરીને કલેકટરે તેમના સમયમાં આપેલા હથીયારના પરવાનાના તમામ દસ્તાવેજી પુરાવા સીબીઆઇએ હસ્તક કર્યા હતા. જેમાં કેટલા કેસમાં પોલીસનો અભિપ્રાય નેગેટીવ છે આ તમામ બાબતોની સીબીઆઇએ તપાસ કરી હતી.

આ ઉપરાંત હથિયારના પરવાના માટે લીધેલા પૈસા જળસંચયના ખાતામાં જમા કર્યા હોવાની રજૂઆત થતા જળસંચય વિભાગમાં તો દસ્તાવેજી પુરાવા હસ્તક કર્યા જ હતા. પરંતુ સાથે સાથે બેંકના એકાઉન્ટની તપાસ પણ કરી હતી.

ઉપરાંત આ વિભાગના પ્યુનથી લઇને અધિકારી સુધીના તમામ કર્મચારીઓને સીબીઆઇની ટીમે ગાંધીનગર બોલાવીને નિવેદનો લીધા હતા. એવું માનવમાં આવી રહ્યું છે કે આ તમામ દસ્તાવેજી પુરાવાઓ કે.રાજેશની ધરપકડ માટે મહત્વના બન્યા છે. ધરપકડ થયા બાદ સીબીઆઇ તપાસના કામે કે.રાજેશને સુરેન્દ્રનગર પણ લાવી શકે છે. આ મામલે જિલ્લામાં અનેક અટકળો વહેતી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...