સુરેન્દ્રનગર જિલ્લા તલાટી મંડળના પ્રમુખ જયપાલસિંહ મસાણી, મહામંત્રી ધર્મેશકુમાર પેઢડીયાએ જિલ્લા કલેક્ટર અને ડીડીઓને લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય તલાટી મંડળ દ્વારા 2018માં સતત રજૂઆત બાદ પણ પડતર પ્રશ્નોનું નિરાકરણ આવ્યું ન હતું. અગાઉ આ અંગે 7-9-2021ના રોજ હડતાળના એલાન બાદ સરકારે ટૂંક સમયમાં સુખદ ઉકેલ લાવવાની બાંહેધરી આપતા હડતાલ મોકૂફ રાખી હતી.જેને 9 માસ જેટલો સમય થવા છતા એક પણ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી આથી તા.2-8-2022થી રાજ્યના તમામ તલાટી કમ મંત્રી પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાનું નક્કી કર્યુ છે.
આ અંગે તલાટી મંડળના પ્રમુખે જણાવ્યુ તા.2 ઓગષ્ટથી તમામ સરકારી વ્હોટસએપ ગૃપમાંથી તલાટી રીમુવ થશે, ગ્રામપંચાયતની ચાવી તાલુકા મંડળને આપશે, વિવિધ સોશીયલ મિડીયા થકી વિરોધ નોંધાવશે.આ હડતાલ દરમિયાન તલાટી મંત્રીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કામગીરી અને તા.13-8-2022થી 15-8-2022 સુધી હર ઘર તીરંગા યાત્રા અંતર્ગત પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ પુરા સન્માન સાથે ફરકાવવાનું કામ કરશે.આમ આજથી તલાટીઓ રજા પર ઉતરતા જિલ્લામાં આવકના દાખલા, જાતીના દાખલા, રેશન કાર્ડ કામગીરી, વિધવા સહાય, ક્રિમીનલ દાખલો, પંચાયતને લગતી કામગીરી, પંચાયત વિકાસના કામો, સરકારી યોજનાની કામગીરીને અસર થશે.
લીંબડી|લીંબડી તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ કિશોરસિંહ રાણા સહિત તલાટીઓએ સંવર્ગના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં ડે.કલેક્ટર હર્ષવર્ધનસિંહ સોલંકીને આવેદન આપ્યું હતું. પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આજથી અચોક્કસ મુદ્દતે હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. ચુડા|ચુડા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ વિરપાલસિંહ, મહામંત્રી બળવંતસિંહ સોલંકી, ઉપપ્રમુખ જયરાજસિંહ બારડ સહિત તલાટીઓએ સંવર્ગના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા મામલતદારને આવેદન આપ્યું હતું.
આ છે માગો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.