તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્સાહ:શાળા, કોલેજો ચાલુ કરવાના નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ની શાળામાં સફાઇ સાથે સેનિટેશનની કામગીરી હાથ ધરાઇ. - Divya Bhaskar
સુરેન્દ્રનગર ની શાળામાં સફાઇ સાથે સેનિટેશનની કામગીરી હાથ ધરાઇ.
  • શાળા શરૂ થવાની હોય સંચાલકોએ તૈયારીઓ શરૂ કરી, ઓનલાઇન શિક્ષણથી વિદ્યાર્થીઓ થાક્યા
  • જિલ્લામાં હવે કોરોનાનો એક પણ કેસ નથી ત્યારે તમામ વર્ગ ચાલુ થાય તે જરૂરી હોવાનો વાલીઓનો મત

જિલ્લામાં કોરોનાના કપરા સમયને લઇને ધંધા રોજગારથી લઇને અનેક ક્ષેત્રો પ્રભાવીત થયા છે. તેમાં ખાસ કરીને વિધાર્થીઓના અભ્યાસ ઉપર ખુબ ખરાબ અસર થઇ છે. ધો.10 અને ધો.12 જેવા મહત્વના વર્ગમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ ટકાવારીને લઇને કચવાટ અનુભવી રહ્યા છે.

દોઢ દોઢ વર્ષથી શાળાનો રેગ્યુલર અભ્યાસ છોડીને વિધાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરી રહ્યાં છે. ત્યારે સરકારે આગામી તા.15 જુલાઇથી ધો.12 અને કોલેજોમાં વિધાર્થીઓને બોલાવીને અભ્યાસ કરવાની પરવાનગી આપી છે. જેને લઇને વિધાર્થીઓની સાથે શાળા સંચાલકો, શિક્ષકો, વિધાર્થીઓ અને વાલીમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ઘરમાં બેઠા બેઠા કંટાળેલા વિધાર્થીઓ શાળા અને કોલેજે જવા માટે ઉતાવળા થઇ રહ્યાં છે. તો સામે શાળા અને કોલેજો ચાલુ કરતા પહેલા જે કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરવાનું છે તેના માટે વર્ગ ખંડોમાં બેંચોની સફાઇની સાથે સેનીટાઇઝર કરવાની કામગીરી કરવામાં લાગી ગયા છે. કોરોનાની ગાઇડ લાઇન મુજબ શાળા અને કોલેજો ચાલુ થાય તેની વાટ જોવાઇ રહી છે.

હવે તમામ વર્ગ ચાલુ કરવાનો સમય આવી ગયો છે
જિલ્લામાં વર્તમાન સમયે કોરોનના કેસ નથી કોરોનાની સ્થિતિ ખુબ સારી છે. ત્યારે અમે તો એવુ ઇચ્છીએ છીએ કે ધો.6 થી 12 સુધીના વર્ગો પણ ચાલુ કરી દેવા જોઇએ. સ્થિતિ જોતા વિધાર્થીઓના શિક્ષણને ધ્યાને લઇને 1 જુલાઇથી તમામ વર્ગો ચાલુ કરી દેવા જોઇતા હતા. કારણ કે ઓનલાઇન શિક્ષણમાં ઘણા ગામડાઓ એવા છે કે જયા નેટના પ્રશ્નો છે. જેને લઇને વિધાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યુ છે. > ઇન્દ્રસિંહ ઝાલા, પ્રમુખ,સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ

તેજસ્વી વિદ્યાર્થીઓના ન્યાય માટે શાળા ચાલુ થાય તે જરૂરી
માસ પ્રમોશનને કારણે વિદ્યાર્થીઓને પાસ તો કરી દીધા છે. પરંતુ તેજસ્વી વિદ્યાર્થીઓને ઘણુ નુકસાન ગયું છે. શાળામાં અભ્યાસ કરવાથી આંતરિક શકિત ખીલતી હોય છે. પોતાના ઘરની ચાર દિવાલો વચ્ચે અભ્યાસ કરવો નિરસ બનતો હોય છે. > પરેશભાઇ દોઢીવાલા,વાલી

ઓનલાઇનમાં શાળામાં ભણવા જેવો ઉત્સાહ નથી
ઓનલાઇન શિક્ષણમાં એકરસતા નથી રહેતી. નાના-મોટા પ્રશ્નો શાળામાં શિક્ષકોની સાથે ચર્ચા કરીને અભ્યાસ સરળ બનતો હતો. ઓનલાઇન શિક્ષણમાં તેવું નથી. શાળાઓ ચાલુ થતા અભ્યાસ કરવાનો ઉત્સાહ વધશે. > સોલંકી મહેશ્વરી, વિદ્યાર્થિની

અન્ય સમાચારો પણ છે...