તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કારીગરી:વઢવાણની મહિલાઓ માટે ભરતગૂંથણ કામ આશિર્વાદરૂપ

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલના સમયે હાથથી થતી આ કારીગરીને ટકાવવાનો પણ સંઘર્ષ

વઢવાણમાં પણ અંદાજે 40થી વધુ વર્ષથી ભરત તેમજ ગૂંથણકામની કારીગીરીમાં વિશેષ નામ ગૂંજતુ હતુ. કારણ કે હાલમાં પણ ઉનના દોરા, કાપડ, દાભડો સહિતનો કાચો માલસામાન લાવીને મહિલાઓ ઘેર અનેક પ્રકારનું ભરત તેમજ ગૂંથણ કામ કરીને રોજીરોટી કમાય છે. જેમાં તોરણ, પટ્ટા, પડદા, નાળીયેર, ચૂંદણી તેમજ ઇંઢોણી જેવી ચીજવસ્તુઓ બનાવાય છે. આ વર્તમાન સમયમાં પણ અમુક સમાજ દિકરીના આણામાં અંદાજે 4થી 5 ઇંઢોણીઓ આપે છે. આ ઉપરાંત રાંદલતેડા, લગ્નપ્રસંગ તેમજ માતે બેડાઓ કે અન્ય સામાન લઇ જવા માટે મહિલાઓ ઇંઢોણીનો વધુ ઉપયોગ કરે છે.

ત્યારે કામ કરવા માટે બહાર ન જવુ પડે અને ઘેર બેઠા થાય તે માટે આ કામગીરી માટે મહિલાઓ વધુ રસ ધરાવે છે. હાલમાં 10થી વધુ પરિવારો આ કામમાં સંકળાયેલા છે. આ અંગે નટવરભાઈ ગાંગજીભાઈ લુહારે જણાવ્યું કે, દરરોજના 25 જેટલા નંગ બનાવીને રૂ.150થી વધુની રકમ લોકો મેળવી શકે છે. હાલના સમયે આ કલા લુપ્ત થતી હોવાથી કામગીરીને ટકાવવી રાખવા માટે સંઘર્ષ પણ કરવો પડે છે.

40 વર્ષથી આ કામ જ જીવનનો આધાર
અમારે કોઇ બાળબચ્ચા નથી પરંતુ કૌટુંબિક પરિવાર મોટો છે. આ પ્રકારની કામગીરી કરીને 40 વર્ષથી અમો પતિ-પત્ની ગુજરાન ચલાવી રહ્યા છે. હાલ ઉંમર થઇ ગઇ હોવાથી હવે પહેલા જેવુ કામ કરી શકાતુ નથી. છતાં આ કારીગીરી અમારો જીવનનો આધાર છે. > મંજુલાબેન નટવરભાઈ લુહાર કચ્છવાળા, વઢવાણ

ઘર સાચવવાની સાથે આ કામ થઇ શકે છે
હાલમાં મોંઘવારી સહિતની મુશ્કેલીનો સામનો મહિલાઓને કરવો પડે છે. ત્યારે આવા ભરત-ગૂંથણ કામ કરીને ઘેરબેઠા રોજીરોટી મેળવી શકાય છે. સમયસર કામ કરવાથી તેમાં ઝડપ પણ વધુ આવે છે. આમાથી બનેલી ઘણીબધી વસ્તુઓ લોકોને ઉપયોગી થાય છે. > દક્ષાબેન અશોકભાઈ ચાવડા, વઢવાણ

અન્ય સમાચારો પણ છે...