તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

15 બેઠક ભાજપની કોંગ્રેસનો આભાર:જિલ્લાની 1 જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત, 5 નગરપાલિકાની કુલ 380માંથી 365 બેઠક પર ચૂંટણી યોજાશે

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર પાલિકામાં ઉમેદવાર અને ટેકેદારને જ પાલિકા કચેરીમાં પ્રવેશ અપાયો - Divya Bhaskar
સુરેન્દ્રનગર પાલિકામાં ઉમેદવાર અને ટેકેદારને જ પાલિકા કચેરીમાં પ્રવેશ અપાયો
 • ચૂંટણી પહેલાં જ જિલ્લા પંચાયતની 1, 4 તાલુકા પંચાયતની 9 અને 1 નગરપાલિકાની 5 બેઠક પર ભાજપ બિનહરીફ વિજેતા
 • ધ્રાંગધ્રાની કુલ 8 બેઠક પર કોંગ્રેસમાંથી ફોર્મ ભરાયાં જ નહીં, મેન્ડેટ મોડું મળતાં અંકેવાળિયાના ઉમેદવાર ફોર્મ ન ભરી શક્યા

ભાસ્કર ન્યૂઝ | સુરેન્દ્રનગર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 28 ફેબ્રુઆરીએ યોજાવાની છે પરંતુ જિલ્લામાં ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે જ કુલ 15 બેઠક ભાજપ તરફે બિનહરીફ જાહેર થઈ ગઈ છે. બીજી તરફ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કૉંગ્રેસમાં કમઠાણ જામ્યું હતું. કેટલાક વિસ્તારોમાં ફોર્મ ભરવાના ગણતરીના સમય પહેલાં કૉંગ્રેસના ઉમેદવારને મેન્ડેટ અપાયા હતા, તેને પગલે ફોર્મ ભરવાનો સમય પૂરો થઈ જતાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા જ્યારે કૉંગ્રેસના દાવેદારોને ફોર્મ ભરાયા પછી પણ મેન્ડેટ ન અપાતાં તેઓનાં ફોર્મ રદ થતાં હોબાળો મચ્યો હતો. જેમાં થાન તાલુકા પંચાયતની 7 બેઠક કોંગી ઉમેદવારના ફોર્મ રદ થતા તાલુકા પંચાયતની 5 બેઠક પર ભાજપના ઉમેદવારો બિન હરીફ જાહેર થયા હતાં. ધ્રાંગધ્રામાં 1 જિલ્લા પંચાયત, 2 તાલુકા પંચાયત અને 5 પાલિકાની સીટ પર કોંગી ઉમેદવારોએ ફોર્મ ન ભરતાં ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતાં. આ ઉપરાંત જિલ્લા પંચાયતની ચુડા-2 બેઠક પર કોંગ્રેસે 2ને મેન્ડેટ આપતાં એકે મેન્ડેટ જતું કરી પક્ષના આદેશને સર્વોપરી માન્યો હતો.

તાં.પં.ની 7 બેઠકના ઉમેદવારોએ ફોર્મ ભર્યાં પણ કોંગ્રેસે મેન્ડેટ ન આપતાં ફોર્મ રદ થયા
થાન તાલુકા પંચાયતની 16 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામવાના એંધાણ હતા. પરંતુ ફોર્મ ભરવાની આખરી તારીખ એટલે કે 13 ફેબ્રુઆરીના રોજ બપોરે ત્રણ કલાક સુધીમાં કોંગી આગેવાનો દ્વારા તાલુકા પંચાયતના ઉમેદવારોના મેન્ડેટ રજૂ ન કરાતાં થાન તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સીધી શરણાગતી સ્વિકારી ભાજપને મોકળું મેદાન કરી આપતા હડકંપ મચી ગયો હતો.

સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ ફોર્મ ભરવાની આખરી તારીખ સુધીમાં કોંગ્રેસમાંથી કુલ 7 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી જેમને પક્ષ તરફથી મેન્ડેટ મળી જશે તેવી સુચના પણ હતી પરંતુ આખરી દિવસે બપોરે ત્રણ કલાક સુધીમાં મેન્ડેટ ન મળતા કોંગ્રેસમાંથી દાવેદારી કરનાર તમામ 7 ઉમેદવારના ફોર્મ રદ થતાં થાન સહીત સમગ્ર જિલ્લાના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો હતો. કોંગી આગેવાનો દ્વારા મેન્ડેટ સમયસર રજૂ ન કરવા પાછળ ભાજપ દ્વારા મોટી રકમની ઓફર કરી થાન તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારીને ખરીદી લેવામાં આવ્યા હોવાનો કોંગી અગ્રણીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસના ફોર્મ રદ થતાં હવે બાકી ઉમેદવારોમાં અન્ય પક્ષો કે અપક્ષ ફોર્મ ભરનારની જ બાકી રહેતા હોય ભાજપ બિનહરીફ તાલુકા પંચાયતની સત્તા મેળવે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે.

કોલસાના કાળા કારોબારવાળાએ તાલુકા પ્રમુખ, પ્રભારીને ખરીદી લીધા
અગાઉ કોંગ્રેસના સોમાભાઇને પણ મોટી રકમ આપી ખરીદી લેવામાં આવ્યા હતા. તેમ આ વખતે પણ થાન પંથકમાં કોલસાના કાળા કારોબારથી કરોડો રૂપિયાની કમાણી કરનાર શખ્સોએ થાન તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને થાન તાલુકા પ્રભારીને મોટી રકમ આપી ખરીદી લીધા છે. ભાજપ દ્વારા સત્તા મેળવવા શામ, દામ, દંડ અને ભેદની નિતી અપનાવવામાં આવી રહી છે. > રૈયાભાઇ રાઠોડ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ,

મે પ્રભારીને મેન્ડેન્ટ આપ્યાં હતાં
મને પક્ષ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યા હતા પરંતુ હું જિલ્લા પંચાયતની સીટ માટેના ફોર્મ ભરવાની કામગીરીમાં વ્યસ્ત હોય મે થાન તાલુકાના પ્રભારી શિવકુભાઇને મેન્ડેટ આપી દીધા હતા. આખરી દિવસે બપોરે બે કલાકે એમનો ફોન આવ્યો હતો કે હું મેન્ડેટ રજૂ કરવા જાઉ છું પરંતુ ત્યાર બાદ મેન્ડેટ ન મળ્યા હોવાની વિગતો બહાર આવી હતી. પરંતુ ત્યાર બાદ શિવકુભાઇનો ફોન સતત બંધ આવતો હતો આમ આ રાજકારણમાં મોટી રમત હોવાની મને આશંકા છે > ભુપતભાઇ ગાંગડીયા, થાન તાલુકા કોંગ્રેસ પ્રમુખ,઼

3 વાગ્યા સુધીમાં મેન્ડેટ રજૂ ન થતાં કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ થયા છે
કોંગ્રેસ પાર્ટીમાંથી જે 7 સીટ માટે દાવેદારી કરી ફોર્મ ભરવામાં આવ્યા હતા તેમાં કોંગ્રેસ દ્વારા આખરી દિવસે બપોરે ત્રણ કલાક સુધીમાં એક પણ મેન્ડેટ રજૂ કરવામાં આવ્યું નથી. આથી કોંગ્રેસ પક્ષમાંથી ભરવામાં આવેલા આ 7 ફોર્મ રદ થશે > એસ.વી.ચૌધરી, મામલતદાર, ચૂ઼ંટણી, થાન

કોંગ્રેસના જ આગેવાનો ફૂટી ગયા છે, આ તેમનો આંતરિક પ્રશ્ન છે
કોંગ્રેસના જ આગેવાનો ફુટી ગયા છે અને કોંગ્રેસ દ્વારા અન્ય લોકો પર આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. થાન તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા જિલ્લા પંચાયતનું ફોર્મ ભરવામાં આવ્યું હતું તેનું મેન્ડેટ તેમને રજૂ કરી દીધું છે ત્યારે તાલુકા પંચાયતના મેન્ડેટ બાબતે તેમની આંતરીક ખેંચતાણ જવાબદાર છે અમારે કોઇ લેવાદેવા નથી > હિતેન્દ્રસિંહ ચૌહાણ, ઇન્ચાર્જ, થાન તાલુકા પંચાયત ચૂંટણી

સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત પાલિકાના વોર્ડ નં. 2માં ભાજપમાં છેલ્લી ઘડીએ રાજકીય ખેલ
સુરેન્દ્રનગર નગરપાલીકાના વોર્ડ નં. 2માં મહિલા અનામત બેઠક માટે જયોતીબેન ઇન્દ્રવદનભાઇ દોશીના નામની ભાજપ દ્વારા જાહેરાત કરાઇ હતી. પરંતુ છેલ્લી ઘડીએ રાજકીય ખેલ રચાતા નામમાં ફેરફાર કરી તેમના સ્થાને હીનાબેન ગીરીશભાઇ ગાંધીને મેન્ડેટ આપી ફોર્મ ભરાવવામાં આવ્યુ હતુ. આમ પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની બદલી કરવામાં આવતાં રાજકીય ગરમાવો જામ્યો છે. જેમાં જૈનોના જ એક ગ્રૂપ હીનાબેન ગાંધીને મેન્ડેટ ન મળે તે માટે પ્રયાસ કરી બીજા જૈન મહિલાને ફોર્મ ભરાવવા માટે થઇ ધમપછાડા ચાલુ કર્યા હતા. જયારે જયોતીબેનની ઉંમર 60 વર્ષ ઉપરની હોવાનું પણ શહેરમાં ચર્ચાઇ રહ્યુ છે. આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઇ મકવાણાનો સંપર્ક કરવા છતાં સંપર્ક થઇ શકયો ન હતો.

સુરેન્દ્રનગર પાલિકામાં ઉમેદવાર અને ટેકેદારને જ પાલિકા કચેરીમાં પ્રવેશ અપાયો
સંયુક્ત પાલિકામાં ફોર્મ ભરવાના આખરી દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો અને ઉમેદવારી કરનાર વ્યક્તિ અને તેના 2 ટેકેદારને જ પ્રવેશ અપાતા કચેરી બહાર ટેકેદારો અને કાર્યકરો એકઠા થઇ ગયા હતા.

જિલ્લાની બિનહરીફ થયેલી બેઠકો

સ્વરાજયની સંસ્થાબેઠકબિન હરીફ ઉમેદવાર
જિલ્લા પંચાયતકોંઢ

ઉમાબા દેવપાલસિંહ ઝાલા

લીંબડી તા.પં.અંકેવાળીયા

હંસાબેન લાલજીભાઇ કાગડીયા

વઢવાણ તા.પં.નાના કેરાળા

અવનીબેન સજુભા સોલંકી

ધ્રાંગધ્રા તા.પં.માલવણ

શિલ્પાબેન રાજેશભાઇ પટેલ

ધ્રાંગધ્રા તા.પં.વાવડી

ગોપાલભાઇ ધનજીભાઇ ઠાકોર

થાન તા.પં.જામવાળી

મંજુબેન મોહનભાઇ અલગોતર

થાન તા.પં.ખાખરાથળ

રત્નાભાઇ રવજીભાઇ સારદીયા

થાન તા.પં.નળખંભા

હમીરભાઇ જીવણભાઇ સારલા

થાન તા.પં.સોનગઢબેનુબેન કાનભાઇ જલુ
થાન તા.પં.મોરથળા

દમયંતીબેન નારણભાઇ મકવાણા

ધ્રાંગધ્રા ન.પા.વોર્ડ નં. 6

દક્ષાબેન મહેશભાઇ મકવાણા

ધ્રાંગધ્રા ન.પા.વોર્ડ નં. 8

પુજાબેન જગદીશભાઇ મકવાણા

ધ્રાંગધ્રા ન.પા.વોર્ડ નં. 8

વૈશાલીબેન ચંદુભાઇ મકવાણા

ધ્રાંગધ્રા ન.પા.વોર્ડ નં. 8

અજીતસિંહ બચુભા ઝાલા

ધ્રાંગધ્રા ન.પા.વોર્ડ નં. 8

સુરેશભાઇ ચતુરભાઇ જાદવ

સ્વરાજયની સંસ્થાઓમાં ભરાયેલાં ફોર્મ

સ્વરાજયની સંસ્થાબેઠકોફોર્મ ભરાયા
જિલ્લા પંચાયત34165
ચોટીલા ન.પા.24100
ધ્રાંગધ્રા ન.પા.36115
લીંબડી ન.પા.2878
પાટડી ન.પા.2478
સંયુકત પાલિકા52223
ચોટીલા તા.પં.18112
ચૂડા તા.પં.1659
દસાડા તા.પં.22112
ધ્રાંગધ્રા તા.પં.2069
લખતર તા.પં.1674
લીંબડી તા.પં.1870
મૂળી તા.પં.1861
સાયલા તા.પં.2088
થાન તા.પં.1651
વઢવાણ તા.પં.1869
હળવદ તા.પં.2085

​​​​​​​સંયુક્ત પાલિકાના ઉમેદવાર જાહેર કરવામાં કોંગ્રેસ અવઢવમાં : દાવેદારો અસમંજસમાં
​​​​​​​​​​​​​​
સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત પાલિકાના કુલ 13 વોર્ડ માટે ફોર્મ ભરવાના દિવસે પણ કોંગ્રેસ દ્વારા મોડી સાંજ સુધી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં ન આવતા ફોર્મ ભરનાર ઉમેદવારો અસંમંજસમાં મુકાઇ ગયા હતા. કોંગ્રેસ પક્ષ દ્વારા પાલિકામાં વોર્ડ દીઠ જીતના ઉમેદવારોને ફોર્મ ભરવાની સુચના આપવામાં આવી હતી. જેમાં વોર્ડ દીઠ પાંચથી 6 દાવેદારોએ ઉમેદવારી કરી હતી પરંતુ આખરી દિવસ સુધીમાં કોને મેન્ડેટ આપવામાં આવ્યું છે તે અંગેની કોઇ સ્પષ્ટતા કરવામાં ન આવતા કોંગ્રેસમાંથી દાવેદારી કરનાર તમામ ઉમેદવારો મુંઝવણમાં મુકાઇ ગયા હતા. જ્યારે આ બાબતે કોંગી અગ્રણીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા કોંગ્રેસ શહેર પ્રમુખ સહીતના આગેવાનોએ ફોન ઉપાડવાની પણ તસ્દી ન લેતા સમગ્ર કોકડું ગૂ઼ચવાયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

મૂળી તાલુકામાં આપ 6 બેઠક પર ઝંપલાવશે
કેટલાક વર્ષોથી મૂળી તાલુકામાં એક તરફી તાલુકા પંચાયત બને છે. અને વર્ષોથી ભાજપ-કોંગ્રેસ બે જ પક્ષ ઉમેદવારી નોંધાવે છે. ત્યારે આ વખતે તાલુકા પંચાયતની વગડીયા, મૂળી 1 અને સોમાસર સીટ પર અને જિલ્લા પંચાયતની સરલા ઉમરડા અને મૂળીમાંથી આમ આદમી પાર્ટીએ ઉમેદવારી નોંધાવતા તેમજ દિગસર સીટ પરથી બહુજન સમાજ પક્ષમાંથી ફોર્મ ભરાતા ત્રીપાંખીયો જંગ જામશે.

સાયલા કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા
સાયલા કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયતની 10 સીટના ઉમેદવારોએ મામલતદાર કચેરી અને 10 સીટના ઉમેદવારોએ તાલુકા પંચાયતમાં ફોર્મ રજુ કર્યા હતા. જિલ્લા પંચાયતના સાયલા બેઠકમાં કોંગ્રેસ 6 ફોર્મ, નાગડકા બેઠકમાં કોંગ્રેસ, NCP સહિત 6 ફોર્મ સહિત ધાંધલપુર સહિત તાલુકા પંચાયતની 20 બેઠકો માટે 88 ફોર્મ રજુ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો