ગ્રામ પંચાયતોની ચૂંટણીનો ધમધમાટ શરૂ:સુરેન્દ્રનગરની 498 ગ્રામ પંચાયતોની યોજાશે ચૂંટણી, ગ્રામ્ય વિસ્તારોમાં ખાટલા બેઠકો શરૂ

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગામડાઓમાં ખરાબ રસ્તા, સફાઈના અભાવે ફેલાયેલી ગંદકી અને ભ્રષ્ટાચાર મુદે ગ્રામજનોમાં ભારોભાર રોષ
  • જિલ્લાની 540 ગ્રામપંચાયતોમાંથી 498 ગ્રામપંચાયતોની અંદાજે 4200થી વધુ બેઠકો માટે ચૂંટણી

સુરેન્દ્રનગર જિલ્લાની 498 ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી ડિસેમ્બર મહિનામાં યોજાઇ તેવી સંભાવના છે. જેને લઇ રાજકીય પક્ષોએ સેન્સ સહિતની પ્રકિયા હાથ ધરી છે આ ઉપરાંત દાવેદારોએ ગ્રામ્ય વિસ્તારોમાં ખાટલા બેઠકોનો દોર શરૂ કર્યો છેય. ગામ્ય વિસ્તારોમાં પાણી, રસ્તા, ગંદકી અને ગેરરિતીની સમસ્યા હાવી થઇ શકે છે. બીજી તરફ સરકારે પણ ખાતમુહૂર્ત અને લોકાપર્ણના કામો ઝડપી બનાવ્યાં છે તેમ છતાં નાગરિકોની નારાજગી દુર થશે કે કેમ તે એક સવાલ સર્જાયો છે.

ખરાબ રસ્તાથી ગ્રામજનો પરેશાન
જિલ્લાની 498 જેટલી ગ્રામપંચાયતોની ચૂંટણીઓ યોજાશે. ત્યારે અનેક ગામડાઓમાં ખરાબ રસ્તા, સફાઈના અભાવે ફેલાયેલી ગંદકી અને ભ્રષ્ટાચાર મુદે ગ્રામજનોમાં ભારોભાર રોષની લાગણી જોવા મળે છે. ગ્રામજનોના કહેવા મુજબ ગામડાને જોડતા અનેક રસ્તાઓ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. વારંવાર રજૂઆતો કરવા છતા આ ખરાબ રસ્તાઓનું નવીનિકરણ તો દુર, સમારકામ પણ કરાવવામાં આવતુ ન હોતું. એટલુ જ નહિ અનેક ગામડાઓમાં સફાઈના અભાવે ગંદકી અને કચરાના ગંજ ખડકાયેલા જોવા મળે છે ગામડાઓમાં વિવિધ વિકાસકામો અને મનરેગા યોજનામાં ભારોભાર ભ્રષ્ટાચાર થયાનો પણ ગ્રામજનોનો સણસણતો આક્ષેપ કર્યો છે.

ખેડૂતોમાં ભારોભાર નારાજગી અને રોષ
સરકાર દ્વારા ચૂંટણી આચારસંહિતા લાગુ કરવામાં આવે તે પહેલા જ ગામડાઓમાં વિકાસકામોના ખાતમુહુર્ત અને લોકાર્પણના કાર્યક્રમો યોજવા તૈયારી શરૂ કરવામાં આવેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગામડામાં સરકારી શાળાઓ ઓછી થઈ રહી છે જે શાળાઓ ચાલુ છે તેમા પુરતા શિક્ષકો નથી હોતા ઉપરાંત ગામડાઓના પ્રા.આ કેન્દ્રમાં પુરતા ડોક્ટરો પણ હોતા નથી. તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે. ખેડૂતોમાં ભારોભાર નારાજગી અને રોષ જોવા મળે છે આ તમામ બાબતો ગ્રામ પંચાયતોની આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણી ઉપર અસર પડે તો નવાઈ નહિ.

આ વખતે બેલેટ પેપરથી મતદાન થશે​​​​​​​
ઉલ્લેખનીય છે કે, જિલ્લાની 540 ગ્રામપંચાયતોમાંથી 498 ગ્રામપંચાયતોની અંદાજે 4200થી વધુ બેઠકો માટે ચૂંટણી યોજાશે. જે માટે ચૂંટણીપંચે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ચૂંટણીમાં બેલેટ પેપર-સિક્કા મારીને મતદાન કરાવવાની તેયારી કરવામાં આવી છે. રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી લડવા ઈચ્છતા અને સરપંચ બનવા ઈચ્છતા ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લાની 540 જેટલી ગ્રામપંચાયતોમાંથી 498 જેટલી ગ્રામપંચાયતની ચૂંટણી યોજાશે. બાકીની 42 જેટલી ગ્રામપંચાયતની મુદત પુરી થયે ચૂંટણી યોજાશે. 498 જેટલી ગ્રામપંચાયતોની અંદાજે 4200થી વધુ બેઠકો માટે યોજાનારી ચૂંટણી માટે રાજકીય પક્ષો અને ચૂંટણી તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે, આ ચૂંટણી પક્ષના પ્રતિક ઉપરથી નથી લડાતી આ વખતે બેલેટ પેપરથી મતદાન થવાનું છે.

તાલુકાવાર ગ્રામપંચાયતની ચૂંટણીના આંકડા
દસાડા-75​​​​​​​
વઢવાણ-37
લખતર-42
લીંબડી-48
ચુડા-36
સાયલા-60
ચોટીલા-68
મુળી-49
થાનગઢ-23
ધ્રાંગધ્રા-60

અન્ય સમાચારો પણ છે...