ગ્રામપંચાયતની ચૂંટણી:સુરેન્દ્રનગરની 499 ગ્રામ પંચોયતોની ચૂંટણી યોજાશે, આદર્શ આચારસંહિતા અમલી

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરની 499 ગ્રામ પંચોયતોની ચૂંટણી યોજાશે - Divya Bhaskar
સુરેન્દ્રનગરની 499 ગ્રામ પંચોયતોની ચૂંટણી યોજાશે
  • સરપંચોની અને સદસ્યોની ચૂંટણી માટેની કામગીરી શરૂ
  • 28 ડિસેમ્બરથી ઉમેદવારી પત્રો ભરાશે,19 ડિસેમ્બરે ચૂંટણી માટે મતદાન થશે

રાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 19 ડિસેમ્બરે ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતદાન થશે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 499 ગ્રામ પંચાયતોના સરપંચ અને સદસ્યોની ચૂંટણી યોજાશે. ચૂંટણીપંચે જાહેર કરેલા કાર્યકર્મ મુજબ તા 19-12ને રવિવારે સવારે 7 કલાકેથી સાંજના 6 કલાક સુધી બેલેટપેપર દ્વારા મતદાન યોજવામાં આવશે. ત્યારે આજે 24-11ના રોજ આ સુરેન્દ્રનગર જિલ્લાની 499 ગ્રામ પંચાયતોના સરપંચોની અને સદસ્યોની ચૂંટણી માટેની કામગીરી શરૂ થઈ રહી છે. તારીખ 28-11ના રોજ ઉમેદવારીપત્ર ભરવામાં આવશે. ત્યારબાદ 4-12ના રોજ ઉમેદવારી પત્રકની ચકાસણી કરવામાં આવશે. 6-12ના રોજ ઉમેદવારીપત્ર પાછી ખેંચવાની તારીખ નક્કી કરવામાં આવી છે. જે બાદ 19 ડિસેમ્બરે ચૂંટણી માટે મતદાન થશે અને 21-12ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

તા 22મીએ ચુંટણીની જાહેર થવાની સાથે જ આદર્શ આચાર સંહીતા અમલમાં આવી ગઈ છે. શાસકપક્ષ રાજકીય પક્ષો તથા ઉમેદવારો વહિવટીતંત્ર તેમજ કાયદો-વ્યવસ્થાની જાળવણી અંગે સંબંધીતોએ આદર્શ આચાર સંહિતાનો ચુસ્ત અમલ કરવાનો રહેશે. સમગ્ર રાજ્યમાં 10,879 ગ્રામ પંચાયતમાં 10,284 સરપંચના પદ માટે તથા અંદાજે 89,702 વોર્ડમા સદસ્યો માટે ચૂંટણી યોજાશે. ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેરાતને પગલે આદર્શ આચાર સંહિત અમલમાં આવી છે. આ આચાર સંહિતનાને પગલે કર્મચારીઓની રજા ઉપર પ્રતિબંધ મૂકાયો છે.

ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારી કરવા ઈચ્છુક ઉમેદવારોએ તેમના ગુનાહિત ઈતિહાસ કે મિલક્ત-દેવા અંગેની જરૂરી વિગતો તેમજ લાયકાત માટે સોંગદનામું કરાવવાની જરૂરીયાત નથી. એવો નિર્દેશ અગાઉ ચૂંટણીપંચ દ્વારા બહાર પડાયેલી સુચનાઓ હેઠળ અપાયો છે. ઉમેદવારોએ આ વિગતો જરૂરી સેલ્ફ ડીકલેરેશન(બાંહેધરી પત્રક) દ્વારા જ પૂરી પાડવાની રહેશે.

ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈ ચૂંટણી આયોગ દ્વારા 18 પાનાનો આદેશ કરાયો હતો. આ આદેશોમાં ગ્રામકક્ષાએ રીવાજો, મલાજો જાળવવા બાબતે અલગથી મહિલા મતદાન મથક ઉભું કરવા, ફરજ ઉપર મહિલા અધિકારીઓ નીમવા અને પોલીસ બંદોબસ્તમાં પણ મહિલા પોલીસ કર્મીની વરણી કરવા આદેશો કરાયા છે. જયારે આ ચૂંટણીમાં દૂધ મંડળીઓના વાહનો કે મકાનોનો ઉપયોગ નહી કરવા હુકમો કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...