પંચાયતની ચૂંટણીના પડઘમ:સુરેન્દ્રનગર જીલ્લાની 379 ગ્રામ પંચાયતોમાં આવતી કાલે ચૂંટણીનો જંગ, 6.78 લાખ મતદાતાઓ બેલેટ પેપરથી મતદાન કરશે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જીલ્લાની 379 ગ્રામ પંચાયતોમાં આવતી કાલે ચૂંટણીનો જંગ - Divya Bhaskar
સુરેન્દ્રનગર જીલ્લાની 379 ગ્રામ પંચાયતોમાં આવતી કાલે ચૂંટણીનો જંગ
  • વહેલી સવારે 10 તાલુકાઓમાં કલેક્ટરની ઉપસ્થિતિમાં મતદાન પેટીઓ મતદાન સ્થળે રવાના
  • 800 બુથ મથકોમાંથી 424 બુથોને સંવેદનશીલ જાહેર કરાયા
  • ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય એ માટે 4429 લોકોનો પોલિસ સ્ટાફ ખડેપગે હાજર રહેશે

સુરેન્દ્રનગર જિલ્લામાં આવતીકાલે 19 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં 10 તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બેલેટ પેપરથી ચૂંટણી યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ મામલે હવે ગણતરીની કલાકો બાકી રહી છે, તેવા સંજોગોમાં ચૂંટણી પડઘમ પણ ગામોમાં શાંત કરી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે જિલ્લાની 379 ગ્રામ પંચાયતોમાં આવતી કાલે ચૂંટણી યોજાશે. જેમાં 6.78 લાખ મતદાતાઓ બેલેટ પેપરથી મતદાન કરશે.

ચૂંટણાને લઇને શાંતિપૂર્વક રીતે ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન થાય તેવા પ્રયાસો દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. વ્યવસ્થાના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર પણ છેલ્લા ઘણા દિવસોથી ખડેપગે રહ્યા છે. ગામડાઓ તથા તાલુકાના અધિકારીઓને વ્યવસ્થિત રીતે સૂચના કે માહિતી પૂરી પાડી અને શાંતિપૂર્વક રીતે જ સરપંચ અને સભ્યોનું મતદાન યોજાય તેવા પ્રયાસો તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગરની 379 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઇ રહી છે. બેલેટ પેપરથી આ ચૂંટણી યોજાશે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે સંવેદનશીલ બૂથોની સંખ્યામાં વધારો થયો છે. જિલ્લાના 800 મથકો ઉપર મતદાન યોજાશે, તેવા સંજોગોમાં કુલ 424 જેટલા બુથોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 177 બુથો અત્યંત સંવેદનશીલ અને 248 બુથોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે અને આ મામલે આ બુથો ઉપર પૂરતા પ્રમાણમાં પોલીસ સ્ટાફ અને હોમગાર્ડના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં જિલ્લામાં 4429 લોકોનો પોલીસ સ્ટાફ ખડે પગે રહેશે.

કાલે સવારથી મતદાન યોજાશે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે એ. કે. ઓરંગાબાદકર દ્વારા 10 તાલુકાઓની મુલાકાત લઇ ત્યાં આવેલી મતદાન પેટીઓને ગામડા સુધી મોકલવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ તેમને બુથ સુધી મોકલી આપવાની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે વહેલી સવારથી ખુદ જિલ્લા કલેક્ટર પણ આ ચૂંટણીના કામમાં લાગ્યા છે.

અન્ય સમાચારો પણ છે...