વડીલોનું સન્માન:મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના જબલપુર ગામે " આપણાં ગોકુળિયા ગામના સંભારણા " કાર્યક્રમમાં વડીલોનું અનોખી રીતે સન્માન કરાયું

મોરબી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
જબલપુર ગામે " આપણાં ગોકુળિયા ગામના સંભારણા " કાર્યક્રમમાં વડીલોનું અનોખી રીતે સન્માન કરાયું - Divya Bhaskar
જબલપુર ગામે " આપણાં ગોકુળિયા ગામના સંભારણા " કાર્યક્રમમાં વડીલોનું અનોખી રીતે સન્માન કરાયું
  • આ કાર્યક્રમમાં વડીલોનું સ્નેહમિલન યોજાયું
  • 90 વર્ષથી ઉપરના વડીલોનું સન્માન પણ કરવામાં આવ્યું

મોરબી જિલ્લાના ટંકારાના જબલપુરમાં 'આપણા ગોકુળીયા ગામના સંભારણા' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામમાં રહેતા 60 વર્ષની ઉપરના વડીલોનું સ્નેહમિલન અને સ્નેહ વંદનાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ 90 વર્ષથી ઉપરના વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતે સમૂહભોજન પણ રખાયું હતું.

મોરબી જિલ્લાના ટંકારાના જબલપુર ગામ ખાતે આપણા ગોકુળીયા ગામના સંભારણા કાર્યક્રમનું સમસ્ત ગામ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જબલપુર ગામના 60 વર્ષથી ઉપરના વડીલોનું સ્નેહમિલન અને સ્નેહવંદનાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડીલોએ તેમનાં ભૂતકાળની કુટુંબ જીવન અને કુટુંબ વ્યવસ્થાની યાદોને તાજી કરી હતી. કુટુંબ અને સમાજમાં વડીલોનું કર્તવ્ય, જીવનનો ઉર્તરાધ લોકસેવામાં લગાવવા જેવા સકારાત્મક પાસાઓ વિશેની ચર્ચાઓ કરી હતી.

ઉપરાંત આ કાર્યક્રમમાં 90 વર્ષથી ઉપરના વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં લોકોએ સાથે સમુહભોજન લીધું હતું. સમરસ ચૂંટણીઓ માટે જે રીતે મહેનત અને સમજાવટ થાય છે. એમ આવા કાર્યક્રમો માટે દરેક ગામ જહેમત ઉઠાવે તો ખરેખર આપણી ગ્રામીણ જીવનશૈલી દ્વારા આપણે સંપ, એકતા અને કુટુંબ પ્રણાલીનું ભૂતકાળનું ગૌરવ ફરી પ્રાપ્ત કરી શકે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...