દુખદ:સુરેન્દ્રનગરના પતરાવાળી ચોકમાં પશુ અડફેટે વૃદ્ધનું મોત, પોલીસે વાલી-વારસની તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ નિવૃત્ત તલાટી અને વેપારીઓનું મોત થયું હતું

સુરેન્દ્રનગર જિલ્લામાં રસ્તાઓ પર રખડતા પશુઓ છાશવારે અકસ્માત નોતરે છે. ત્યારે શુક્રવારે સવારના સમયે શહેરના પતરાવાળી ચોકમાં વૃદ્ધનું પશુ અડફેટે મોત થયુ છે. પોલીસે હાલ અકસ્માતે મોતની વિગતો લઇ મૃતકના વાલી-વારસને શોધવા તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર શહેરમાં રસ્તાઓ પર રખડતા પશુઓનો ત્રાસ વધતો જાય છે. રસ્તાઓ પર દોડતા પશુઓ અને યુદ્ધે ચડેલા પશુઓ અવારનવાર રાહદારીઓને અડફેટે લે છે. ત્યારે શુક્રવારે પશુ અડફેટે એક વૃદ્ધનું મોત થયાનો બનાવ સામે આવ્યો છે. વર્ષ 2018માં પશુ અડફેટે નિવૃત્ત તલાટી અને વેપારીના પશુ અડફેટે મોત થયા બાદ પણ તંત્ર જાગૃત બનતુ નથી અને અવારનવાર પશુઓ રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટે લેતા હોય છે.

શુક્રવારે સવારે શહેરના પતરાવાળી ચોકમાં પસાર થતા વૃદ્ધને રખડતા પશુએ અડફેટે લીધા હતા. આથી તેઓને સારવાર માટે તુરંત શહેરની ગાંધી હોસ્પિટલ લઇ જવાયા હતા. જયાં તેમનું મોત થયુ હતુ. બનાવની જાણ એ ડિવિઝન પોલીસ મથકે થતા એ.કે.રાઠોડ સહિતનાઓએ દવાખાને ધસી જઇ મૃતકનું પીએમ કરાવ્યુ હતુ. અને મૃતકના વાલી વારસને શોધવા તપાસ હાથ ધરી હતી. શહેરમાં રખડતા ઢોર ખરેખર ચિંતાનો વિષય છે.

અન્ય સમાચારો પણ છે...