એકતા યાત્રાનું ભવ્ય સ્વાગત:રાજપૂત કરણી સેનાની એકતા યાત્રાની નવા સુરજદેવળ મંદિરે પધરામણી, અશ્વ સવારો અને કાઠી દરબારોએ ઉષ્માભેર સ્વાગત કર્યું

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કરણી સેનાના ગુજરાત અધ્યક્ષનું ભગવાન સુર્યનારાયણની તસ્વીર અર્પણ કરી સન્માન કરાયું
  • સૌ મહેમાનોએ રાત્રી રોકાણ નવા સુરજદેવળ મંદિરે કર્યુ

માતાના મઢથી સોમનાથ મહાદેવના દર્શન કરીને નીકળેલી શ્રી રાજપૂત કરણી સેનાની એકતા યાત્રાની દેવસર ખાતે શ્રી નવા સુરજદેવળ મંદિરે દર્શનાર્થે પધરામણી થઇ હતી. જેમાં તેમનું અશ્વ સવારો અને કાઠી દરબારો દ્વારા વાજતે ગાજતે ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. ત્યારબાદ સૌ મહેમાનોએ નવા સુરજદેવ મંદિરે જ રાત્રી રોકાણ કર્યું હતું.

શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત દ્વારા આયોજિત એકતા યાત્રા પ્રસ્થાન માતાના મઢથી સોમનાથ મહાદેવના દર્શને થયું હતું. સમસ્ત ક્ષત્રિય સમાજની એકતાના હેતુથી રથયાત્રા સાથે એકતાની મિશાલ લઈને એકતા યાત્રાએ સુરેન્દ્રનગરના દેવસરના શ્રી નવા સુરજદેવળ મંદિરે દર્શનાર્થે પધરામણી કરી હતી.

જેમાં અશ્વ સવારો અને કાઠી દરબારોએ વાજતે ગાજતે ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. તેમજ સમસ્ત ક્ષત્રિય સમાજે ભગવાન સૂર્યનારાયણના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ શ્રી કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ ભરતભાઈ ધાધલ દ્વારા શ્રી રાજપૂત કરણી સેનાના ગુજરાત અધ્યક્ષ જે.પી.જાડેજાનું ભગવાન શ્રી સુર્યનારાયણની તસ્વીર અર્પણ કરી અને હારતોરાથી સન્માન કરાયું હતું. ત્યારબાદ સૌ મહેમાનોએ રાત્રી રોકાણ નવા સુરજદેવળ મંદિરે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...