વ્યાજખોરો સામે કાર્યવાહી:સુરેન્દ્રનગરમાં વ્યાજખોરીનું દૂષણ નાબૂદ કરવા 'એક તક પોલીસને' કાર્યક્રમ યોજ્યો, પીડિતો લોકો રજૂઆત માટે પહોંચ્યા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરો સામે પોલીસ તંત્રએ કરી લાલ આંખ કરી છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર ખાતે એક તક પોલીસને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વ્યાજ-ખોરોના ત્રાસથી પીડિત લોકો પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે રજુઆત કરવા પહોંચ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સુરેન્દ્રનગર ખાતે એક તક પોલીસને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતની ઉપસ્થિતિમાં વ્યાજખોરો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હવે સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરી નાબૂદ કરવા પોલીસ મેદાને આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરો સામે પોલીસ તંત્રએ કરી લાલ આંખ કરી છે. જેમાં વ્યાજખોરોના ત્રાસથી પીડિત લોકો પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે રજુઆત કરવા પહોંચ્યા હતા. જેમાં પોલીસ તંત્ર દ્વારા વિશ્વાસઘાત છેતરપિંડી અને વાતમાં લઇ નાણાં પડાવી લેનારા સામે પણ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં સુરેન્દ્રનગર સીટી વિસ્તારમાંથી અંદાજીત 20થી વધુ પીડિતો રજુઆત કરવા પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...