ચોર ગેંગ ઝડપાઈ:હાંસલપુર નજીક મારૂતિ કંપનીમાં ચોરી કરનારા આઠ શખ્સો ઝડપાયા

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોબાઇલ મોટરસાયકલ સહિત રૂ. 34.61 લાખનો મુદામાલ કબ્જે કરાયો

હાંસલપુર-સીતાપુર પાસે આવેલી મારૂતિ કંપનીમાંથી અજાણ્યા શખ્સો દ્વારા મોટી રકમની ચોરી કરતા હતા. જેની આછી પાતળી માહિતી હાંસલપુર પોલીસને મળી હતી. અને પી.એસ.આઈ એ.એમ.પરમારે જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન નીચે એક ટીમ તૈયાર કરી હતી. જે પૈકી રોહીતભાઈ માધુભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ચોરીમાં ગયેલા મુદ્દામાલ જે બે ઈસમો બાઈક ઉપર લઈને ટી.પી.રોડ ઉપરથી પસાર થનારી છે.

જે હકીકતવાળી જગ્યાએ પોલીસ ટીમ બાજનજર રાખીને ઉભી હતી અને ત્યાંથી બાઈક પસાર થતા તે આરોપીઓને ઝડપી લેવામાં આવી હતી. જેમાં પાર્થ પીન્ટુ પટેલ ( રહે.આદિવાડા ), તરુણ રણછોડ પટેલ ( રહે.આદિવાડા ), નિકુલ રાણાજી ઠાકોર ( રહે.આદિવાડા ), સોમા દોલા ઠાકોર ( રહે.પાનવા ), મહેશ પ્રહલાદ સોલંકી ( રહે. આદિવાડા ), નિતીન ભગા નડીયા ( રહે.સુજાણપુર ), હીમાંશુ લાલ પટેલ ( રહે. મેસરા ), ધર્મેન્દ્ર લીલાજી ઠાકોર ( રહે. કારોડા ) તમામ બેચરાજી, પાટડી તેમજ ચાણસ્મા જુદા જુદા તાલુકાના હતા.

જે તમામ આરોપીને હાંસલપુર પોલીસે પુછપરછ કરતાં તેમની પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ, મોટરસાયકલો, કંપનીની સ્વીચો, કોયલો, મોટર, રીંગ સહિતનો કુલ રૂ. 34 લાખ 61 હજાર 100 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે રીકવર કર્યો હતો. આ તમામ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લઈ હાંસલપુર પી.એસ.આઈ એ.એમ.પરમાર, અહે.કો. રોહીતભાઈ માધુભાઈ, વિષ્ણુભાઈ ગફુરભાઈ, અ.પો.કો જગાભાઈ પાંચાભાઈ, હિતેશભાઈ રામજીભાઈ સહિતની પોલીસ ટીમે કામગીરી કરી છે.

અન્ય સમાચારો પણ છે...