તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ભાજપની બજારો ચાલુ રાખવા મથામણ કોંગ્રેસનું બંધને સમર્થન, વેપારીઓમાં અવઢવમાં મુકાયા

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં 144 ની કલમ લાગુ કરાઇ, ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

દિલ્હીમાં ખેડૂતોના કાળા કયદાને લઇને કિસાનો દિલ્હીમાં આંદોલન કરી રહયા છે જેના સમર્થનમાં તા.8 ડિસેમ્બરના રોજ બંધનું એલાન અપાયું છે. જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લાના વેપારીઓ અવઢવમાં મુકાઇ ગયા છે. બજારો બંધ ન રહે તે માટે ભાજપે સોશીયલ મિડીયાનો સહારો લઇને સતત આપવામાં આવતા બંધના એલાનને લઇને ધંધા રોજગાર ઉપર પડતી વિપરીત અસર તથા જીએસટી,સહિતના તમામ ટેક્ષ ભરવા મુશ્કેલ બની ગયા હોવાની વાતોના મેસેજ મુકવામાં આવી રહયા છે.જયારે કોંગ્રેસ દ્વારા ખેડૂતોના હિતમાં બંધને સમર્થન આપવાની વાતો કરવામાં આવી રહી છે.

ચોટીલામાં કોંગી ધારાસભ્ય અને આગેવાનો દ્વારા ખેડૂતોના સમર્થમાં રેલી યોજી વિરોધ પ્રદર્શન કરાશે. ત્યારે જિલ્લામાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે 144 ની કલમ લાગુ કરાઇ છે અને જાહેર સ્થળો પર 4થી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર ST ડેપોમાં બંદોબસ્તની માંગ
બંધના એલાનને લઇને એસટી તંત્ર પણ સર્તક બની ગયુ હતુ. અગમચેતીના ભાગરૂપે તા. 7-12-2020ને સોમવારની રાત્રે 9 થી તા. 8-12-2020ને મંગળવાર સવારે 5 કલાક દરમિયાન સુરેન્દ્રનગર એસટી ડેપોનો કંટ્રોલ રૂમ ધમધમતો રાખવામાં આવ્યો હોવાનું બહાર આવ્યુ છે. જેથી ડેપો તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત માટે કલેકટર તેમજ પોલીસવડાને માંગ કરી હતી. તેેમજ બંધ અંગે ઉચ્ચકક્ષાએથી મળતી સૂચનાઓ મુજબ પાલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો