નિરાધારને નિ:શુલ્ક આશરો:લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે રોડ ઉપર બલદાણા ગામ નજીક શિક્ષણ મંદિર, રોટલો અને ઓટલોનું ખાતમુહૂર્ત કરાયું

સુરેન્દ્રનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સર્વ સમાજ સેવા શ્રીજી ટ્રસ્ટ દ્વારા નિરાધાર માટે વૃદ્ધાશ્રમનું ખાતમુહૂર્ત કરાયું

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે રોડ ઉપર બલદાણા ગામ નજીક શિક્ષણ મંદિર, રોટલો અને ઓટલોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં સર્વ સમાજ સેવા શ્રીજી ટ્રસ્ટ રાજકોટ સંચાલિત બલદાણા ગામ નજીક નિ:શુલ્ક નિરાધારને આશરો એટલે વૃદ્ધાશ્રમ બનાવવામાં આવી રહ્યું છે. એટલે જ કહેવાય છે ને સૌથી જરૂરિયાત મંદ બાળકો અને વડીલો માટે આશાનું હરિદ્વાર એટલે શિક્ષણ મંદિર અને રોટલો અને ઓટલો.

યુવાધન નિરાધારોની સેવા માટે આગળ આવ્યાં
આજના હળાહળ કળીયુગમાં કેટલાક યુવાનો પોતાના લગ્ન સમય બાદ પોતાના ઉંમરલાયક મા-બાપને રાખવા તૈયાર નથી હોતા અને સેવા કરવાની વાત જ દૂર રહી. પણ આજે કેટલાક યુવાધન આ નિરાધારોની સેવા માટે આગળ આવી રહ્યાં છે. ત્યારે એવા જ રાજકોટના રહેવાસી આશાબેન પટેલ તેમજ તેમના ટ્રસ્ટના સાથીદારોએ લીંબડી-રાજકોટ હાઇવે રોડ ઉપર બલદાણા ગામ પાસે નિરાધારો તેમજ બાળકો માટેનું શિક્ષણ મંદિર, રોટલો અને ઓટલો માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

અનેક લોકોએ યથાયોગ્ય યોગદાન આપ્યું
આ પ્રસંગે બલદાણા ગામ લોકો તેમજ નામી અનામી લોકો દ્વારા યથાયોગ્ય યોગદાન આપવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં મહાનુભાવોમાં સાધુ સંતો, સામાજિક કાર્યકરો, ભાઈ-બહેન, વડીલો તથા યુવાનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં સર્વ સમાજ સેવા શ્રીજી ટ્રસ્ટ રાજકોટ સંચાલિત બલદાણા ગામ નજીક નિ:શુલ્ક નિરાધારને આશરો એટલે વૃદ્ધાશ્રમ બનાવવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...