વઢવાણ તાલુકાના અણિદ્રા ગામની વસ્તી 2500ની છે. જ્યારે ગામમાં વૃક્ષોની સંખ્યા 5000થી વધુ છે. આસપાસના ગામો માટે ધો. 9થી 12 માટે શિક્ષણની જ્યોત જગાવી છે. શિક્ષણની ક્રાંતિ સર્જાતા ગામમાં 200થી વધુ સરકારી નોકરીયાતો છે. અણિદ્રા ગામની કુલ્ફી ખુબ પ્રખ્યાત છે. દેશી ચણાના વાવેતર અને શાકમાં અણિદ્રા અગ્રેસર છે.
વઢવાણ, ધ્રાંગધ્રા અને લખતર તાલુકાની ત્રિભેટે અણિદ્રા ગામ આવેલુ છે. વઢવાણ સ્ટેટના રાજપર, દેદાદરા અને અણિદ્રા ભાયાતી ગામ છે. રાજપૂતોની શૌર્યતાના પુરાવા આજે પણ પાળિયાઓ પુરા પાડે છે. અણિદ્રા ગામમાં રાજપૂતો, પટેલો, કોળી, માળી, માલધારી, અનુસૂચિત જાતિ જેવી જ્ઞાતિઓ વસવાટ કરે છે. ગામમાં રામજી મંદિર, શક્તિમાતા, મેલડીમા, હનુમાનજીના મંદિરો આવેલા છે. અણિદ્રામાં શેરીઓમાં સીસી રોડ અને બ્લોક જોવા મળે છે. ઘરે ઘરે નળ વાટે પાણી અને ભૂર્ગભ ગટરની વ્યવસ્થા છે.
આ ગામમાં ચિત્રકુટ આશ્રમ ખાખીબાપુની જગ્યા તરીકે પ્રખ્યાત છે. જ્યારે નર્મદા કેનાલની સિંચાઇના પાણી ખેતરો સુધી ખેડૂતોએ પહોંચાડાયા છે. અણિદ્રા ગામની વસ્તી 2500 જેટલી છે. આ ગામનો પર્યાવરણપ્રેમ અનોખો છે. આ ગામની ફરતે હાલ 5000 થી વધુ વૃક્ષો લહેરાય રહ્યા છે. જેમાં જટુભા ઝાલાએ વૃક્ષોના વાવેતર માટે ખુબ પરિશ્રમ કર્યો છે. જ્યારે હાઇસ્કૂલના આચાર્ય મુકેશભાઇ નિમાવતે જણાવ્યું કે, જન્મ દિવસે વિદ્યાર્થીઓને વૃક્ષોની ભેટ અપાય છે. આ વૃક્ષો વિદ્યાર્થીઓ વાવેતર કરીને ઉછેર કરે તેવો સંકલ્પ કરે છે.
અણિદ્રા ગામ કુલ્ફી અને દેશી ચણા માટે પ્રખ્યાત
અણિદ્રા ગામ કુલ્ફી અને દેશીચણા માટે ખુબ પ્રખ્યાત છે. જેમાં દુધની બનાવટ કુલ્ફી જિલ્લાભરમાં જાય છે. આ કુલ્ફી ખાવા માટે ઉનાળામાં લોકોની ભારે ભીડ જામે છે. જ્યારે અણિદ્રાની સીમમાં દેશી ચણાનું વાવેતર થાય છે. આ દેશીચાણાનુ શાક પણ વખણાય છે. શિયાળામાં દેશીચણાનું શાક ખાવા માટે સ્વાદના શોખીનો ઉમટી પડે છે.
અણિદ્રા હાઇસ્કૂલ શૈક્ષણિક ક્રાંતિનું કેન્દ્ર બની છે
વઢવાણ, લખતર અને ધ્રાંગધ્રા તાલુકાના ગામડામાં માત્ર પ્રથામિક શાળાનું જ શિક્ષણ મળે છે. ત્યારે અણિદ્રા ગામમાં ધો. 1થી 8 માં 250 બાળકો ભણે છે. જ્યારે અણિદ્રાની હાઇસ્કૂલ શૈક્ષણિક ક્રાંતિનું કેન્દ્ર બની છે. આ ગામના 200થી વધુ સરકારી નોકરીયાતો છે. જ્યારે આસપાસના 10 ગામોના 200થી વધુ બાળકો ભણે છે. આ હાઇસ્કૂલમાં 2014માં મુકેશભાઇ નિમાવતે એનઆઈઓએસ સેન્ટર શરૂ કર્યુ હતુ. જેમાં ધો. 10 અને 12માં નપાસ થનારા 27000એ પાસ થઇ પોતાની કારર્કિદી ઘડી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.