ઇકોમાં આગ:પાટડી અખીયાણા માર્ગમાં ઇકો કાર અચાનક સળગી ઉઠી, ચાર મુસાફરોનો આબાદ બચાવ

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે અને તાલુકા મથકોમાં ગેસકીટ વાળા વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ અનેક વખત બની છે. ત્યારે વધુ એક એવો બનાવ સામે આવ્યો છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દસાડા તાલુકાના હાઈવે ઉપર ઇકો કારમાં પેસેન્જર અને મુસાફરોની હેરાફેરી કરવામાં આવે છે. ત્યારે પાટડીથી અખીયાણા ગામ બાજુ જઈ રહેલ ઇકો કારમાં ચાર જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા.

ત્યારે અચાનક જ ઇકો કારમાં વાસ આવવાના કારણે તાત્કાલિક અસરે ચાર મુસાફરો પોલીસ મથક સામે જ ઉતરી ગયા હતા. ત્યારે થોડી જ ક્ષણોમાં ઇકો કારમાં અચાનક આગ લાગી હતી. અને આગમાં ઇકો કાર બળીને ખાસ થઈ જવા પામી હતી. ત્યારે જાહેર માર્ગો ઉપર દોડધામ પણ મચી જવા પામી હતી. પરંતુ ફાયરફાઈટર ઘટના સ્થળે દોડી આવતા તેમને પાણીનો મારો ચલાવતા વધુ કોઈને ઈજા કે જાનહાની કે આગ આગળ વધી ન આવવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. પરંતુ હાલમાં આ ઇકો કારમાં આગ લાગવાના કારણે ચાર મુસાફરો અને ડ્રાઈવર સહિત પાંચને આબાદ બચાવ થયો છે.

અન્ય સમાચારો પણ છે...