તાપમાન:જિલ્લામાં વહેલી સવારે, રાત્રે ઠંડી અને બપોરે ગરમી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગરના માર્ગો પર વહેલી સવારે શિયાળાના આગમનની સૂચના આપતું ધુમ્મસભર્યું આહલાદક દ્રશ્ય છવાઇ જાયછે.
5 દિવસનું તાપમાન
તારીખ	લઘુતમ	મહત્તમ
  28	    22.2	     36.4
  29	    22.5	     37.0
  30	    22.0	     37.7
  31	    20.4	     35.0
  1	    19.4	     35.8 - Divya Bhaskar
સુરેન્દ્રનગરના માર્ગો પર વહેલી સવારે શિયાળાના આગમનની સૂચના આપતું ધુમ્મસભર્યું આહલાદક દ્રશ્ય છવાઇ જાયછે. 5 દિવસનું તાપમાન તારીખ લઘુતમ મહત્તમ 28 22.2 36.4 29 22.5 37.0 30 22.0 37.7 31 20.4 35.0 1 19.4 35.8
 • મંગળવારે તાપમાનનો પારો લઘુતમ 19 અને મહત્તમ 35 ડિગ્રી રહ્યો

હિમાલય તરફથી ઉતર દિશામાં આવતા ઠંડા પવનો ગુજરાતમાં શિયાળાની ઠંડક લઇ આવે છે.હાલ બરફની વર્ષા બાદ ગુજરાત તરફ ઠંડા પવનો ફૂંકાતા શિયાળાની શરૂઆત થઇ જવા પામી છે. પરંતુ હજુ સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારે અને રાત્રી દરમિયાન જ ઠંડકનો અહેસાસ થાય છે. જિલ્લામાં તાપમાનનો પારો જોવા જઇએ તોમંગળવારે તાપમાન 19.4 ડિગ્રી લઘુતમ અને મહત્તમ તાપમાન 35.8 ડિગ્રી રહ્યું હતું.જિલ્લામાં સોમવારે લઘુતમ 20.4 અને મહત્તમ 35.0 ડિગ્રી તાપમાન રહ્યુ હતુ.

આમ એક દિવસમાં એક ડિગ્રી જેટલુ તાપમાન નીચુ જવા પામ્યું છે. આમ જિલ્લા વાસીઓ સવારે અને રાત્રી દરમિયાન ઠંડક અને બપોરે ઉનાળા જેવી કહી શકાય તેવી ગરમી વર્તાય છે. સવારથી રાત્રી સુધીમાં દિવસભરમાં 16 ડિગ્રી જેટલા તાપમાનમાં ઘટાડો વઘારો થાય છે.જે ડબલ ઋુતુ જેવા અહેસાસથી લોકોના સ્વાસ્થયપર અસર થાય છે.જિલ્લામાં આગામી દિવસો દરમિયાન તાપમાનમાં વધારો ઘટાડો થવાની શક્યતાઓ છે. જેમાં મહત્તમ તાપમાન 35થી 38 ડિગ્રી અને લઘુતમ તાપમાન 19થી 22 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા જોવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...