તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોઝિટિવ એટિટ્યુડ:લોકડાઉન વખતે ડીએસપીને ચેપ લાગ્યો, સાજા થઇ ફરજે હાજર થયા

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ડીએસપી મહેન્દ્રકુમાર બગડીયા - Divya Bhaskar
ડીએસપી મહેન્દ્રકુમાર બગડીયા

ઝાલાવાડમાં લોકડાઉનના પાલન કરાવવા ડીએસપી મહેન્દ્રકુમાર બગડીયા સતત જિલ્લામાં ફરતા રહ્યા હતા, અને પોલીસને માર્ગદર્શન આપવાની સાથે કોવીડ ગાઇડ લાઇનના નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહીની ખુદ દેખરેખ રાખતા હતા. ફરજ દરમિયાન ડીએસપીને પણ કોરોના પોઝેટીવ આવ્યો હતો. સારવાર બાદ તેઓ સાજા થઇને તુરંત ફરજ પર હાજર થઇ ગયા હતા. અને ફરીથી કોવીડની ગાઇડ લાઇનના પાલન માટે કામે લાગી ગયા હતા. તેમણે કહ્યુ કે, પોતાના શરીરને અંદરથી મજબુત બનાવી દો તો કોરોના તમારૂ કાઇ નહી બગાડી શકે.

કોરોના સામે યુદ્ધ હતુ, જેમા હું પરિવારના સાથથી વિજેતા થયો
મૂળ સાયલાના વતની અને હાલ લીંબડી પરશુરામ ધામમાં રહેતા 61 વર્ષીય ભરતભાઇ પ્રભાશંકર જાની સમાજ સુરક્ષા વિભાગમાં ડેપ્યુટી ડાયરેકટર તરીકે ફરજ બજાવી નિવૃત થયા છે. તા. 20 ઓગસ્ટના રોજ તેઓને કોરોના પોઝીટીવ આવતા સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજમાં એડમીટ કરાયા હતા. કોરોનાનો ચેપ કયાંથી કઇ રીતે લાગ્યો તેની જાણ જ તેઓને ન થઇ. 25 વર્ષથી ડાયાબીટીશનો રોગ અને હાર્ટ એટેક સહન કરી ગયેલા ભરતભાઇની 15 દિવસ સારવાર ચાલી હતી. 15 દિવસની સારવાર બાદ કોરોનાને હરાવ્યો હતો.

હોસ્પિટલના સ્ટાફની મહેનત અને મજબૂત મનોબળે કોરોનાને હરાવ્યા
લખતર તાલુકાના નાના અંકેવાળીયા ગામના 90 વર્ષના જેઠુભાઇ પુંજાભાઇ કોળદરાને એકાદ વર્ષથી શ્વાસની તકલીફ છે. ઉંમરના લીધે તેઓનો કોરોના રીપોર્ટ કરાવવામાં આવતા પોઝીટીવ આવ્યો હતો. આથી તેઓએ સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલના કોવીડ સેન્ટરમાં સારવાર લીધી હતી. દવાખાનામાં ઘર જેવો જ માહોલ તેઓએ અનુભવ્યો હતો. કોરોના થયો તે પહેલા બીડીનું વ્યસન જેઠુભાઇને હતુ. દરરોજની 50થી વધુ બીડીઓ તેઓ પીતા હતા. પરંતુ કોરોના બાદ તેઓએ બીડીના વ્યસનને તિલાંજલી આપી છે.

1 મહિનાના આરામ દરમિયાન પણ કોરોનાનું અપડેટ રાખતા હતાં
કોરોના કાળ દરમિયાન સુરેન્દ્રનગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પી.કે.પરમાર પણ કોરોનાની ઝપટમાં આવી ગયા હતા. કોરોના સમયમાં 6 માસ સુધી કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવતા તા. 13 સપ્ટેમ્બરના રોજ તેઓને કોરોના પોઝીટીવ આવ્યો હતો. 17 દિવસ સુધી શહેરની મેડિકલ કોલેજમાં સારવાર લીધા બાદ એક માસ સુધી ઘરે આરામ પણ કર્યો હતો. પરંતુ ત્યારબાદ તેઓ ફરજ પર પરત ફર્યા હતા. ઘરે આરામ દરમિયાન પણ તેઓ સતત જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિનું અપડેટ રાખતા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો