તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાભ:તહેવારના દિવસોમાં સુરેન્દ્રનગર ST ડેપોને રૂ. 57,138ની આવક

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 18 ટ્રીપો દોડાવતાં 912 મુસાફરોએ એસટીનો લાભ લીધો
  • સાતમ-આઠમ સહિતના તહેવારોને લઇ વધારાની 20 બસો ફાળવવાનો એસટી તંત્ર દ્વારા નિર્ણય કરાયો હતો

સુરેન્દ્રનગર જિલ્લામાં સાતમ-આઠમ સહિતના તહેવારને લઇને એસટી તંત્ર દ્વારા વધારાની 20 થી વધુ એસટી બસો ફાળવતા લોકોમાં રાહત થઇ હતી. ત્યારે તહેવારના દિવસોમાં સુરેન્દ્રનગર ડેપોને રૂ. 57,138 ની આવક થઇ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકોટ એસટી વિભાગ દ્વારા સુરેન્દ્રનગર, ચોટીલા, લીંબડી, ધ્રાંગધ્રા સહિતના ડેપોમાં 160થી વધુ એસટી બસો દોડાવીને સંચાલન કરવામાં આવી રહ્યું છે.

ત્યારે સાતમ-આઠમ સહિતના તહેવારોને લઇને અને મુસાફરો સહિતના લોકોને મુશ્કેલીઓ ન પડે તે માટે વધારાની 20 બસો ફાળવવાનો એસટી તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. આ દરમિયાન જિલ્લાના ડેપોની તહેવારોની આવક થઇ હતી. જેમાં સુરેન્દ્રનગર ડેપોને તા. 28, 29, 31 ઓગસ્ટ તેમજ તા. 1 સપ્ટેમ્બર દરમિયાન 18 ટ્રીપો દોડાવતા રૂ. 57,138ની આવક થઇ હતી. બીજી તરફ એસટી ડેપોમાં તહેવાર પત્યા બાદ પણ મુસાફરોની અવરજવર વધતા લોકોની ભીડ જામી હતી.

અન્ય સમાચારો પણ છે...