ક્રાઇમ:બોલાચાલી થતાં બાઇક પર લઇ જઇ બેઝબોલથી સમલાના યુવાનની હત્યા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

વઢવાણમાં લીંબડી તરફ જવા માટે સમલા ગામનો વ્યક્તિ વાહનની રાહ જોતો હતો. ત્યારે બોલાચાલી થતા 2 શખસ દ્વારા આ વ્યક્તિને બાઇક પર લઇ જઇને ખારવા રોડ પર આવેલી બંજર જમીન ઉપર લઇ જઇને બેઝબોલના ધોકાથી ઢીમ ઢાળી દીધું હતું. આ બનાવમાં વઢવાણ પોલીસે બંને શખસને દબોચી લીધા હતા. સમલા ગામના કસ્તુરભાઈ જીવણભાઈ વાઘેલા કારખાનાઓમાં સફાઇ સાથે મજૂરી કામ કરી કરતા હતા. ત્યારે વઢવાણ આવેલા કસ્તુરભાઈ લીંબડી તરફ જવાના વાહનની રાહ જોતા હતા.

આ દરમિયાન 2 શખસ સાથે બોલાચાલી થતા કસ્તુરભાઇને બાઇક ઉપર ખારવા રોડ પર આવેલી બંજર જમીન તરફ લઇ જઇને બેઝબોલના ધોક્કાથી માર મારીને કસ્તુરભાઈની હત્યા કરી નાખી હતી. બનાવને પગલે પીએસઆઈ ડી.ડી. ચુડાસમા સહિતની સ્ટાફે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અને ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખવાની સાથે વઢવાણ ખારવા રોડ હુડકો વિસ્તારમાં રહેતા યુવરાજસિંહ ગંભીરસિંહ મોરી તેમજ દિવ્યરાજ ઉર્ફે દેવરાજ ધીરૂભા બારડને પોલીસે ઝડપી લીધા હતા. આ ઉપરાંત હત્યાના બનાવમાં બેઝબોલનો ધોકો તેમજ બાઇક પણ પોલીસે જપ્ત કર્યું હતું. આ બંને શખસો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ ડી.ડી. ચુડાસમા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...