ડુપ્લીકેટ મોદી:સુરેન્દ્રનગરના પાટડી જમાદારવાસના ગણપતિ પંડાલમાં વડાપ્રધાનના 71માં જન્મ દિને ડુપ્લિકેટ મોદી આકર્ષણનું કેન્દ્ર બન્યાં

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
સુરેન્દ્રનગરના પાટડી જમાદારવાસના ગણપતિ પંડાલમાં વડાપ્રધાનના 71માં જન્મ દિને ડુપ્લિકેટ મોદી આકર્ષણનું કેન્દ્ર બન્યાં
  • સાંસ્કૃતિક કાર્યક્રમમાં બે બોડીગાર્ડ સાથે આવેલા ડુપ્લિકેટ મોદીનું લોકોએ અભિવાદન કર્યુ
  • ડુપ્લિકેટ મોદીએ હાજર જનમેદનીને આગવી અદામાં સંબોધિત કરતા તાળીઓના ગડગડાટ વચ્ચે હાસ્યની છોળો ઉડી

સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેર-ઠેર ગણપતિ ઉત્સવની સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉજવણી ચાલી રહી છે. ત્યારે ગઈકાલે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસને લઈ પાટડી જમાદારવાસના ગણપતિ પંડાલમાં બે બોડીગાર્ડ સાથે આવેલા ડુપ્લિકેટ મોદી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ગણપતિ ભગવાનના દર્શન કર્યા બાદ ડુપ્લિકેટ મોદીએ હાજર જનમેદનીને ભાઇઓ અને બહેનો સાથે આગવી અદામાં સંબોધિત કરતા તાળીઓના ગડગડાટ વચ્ચે હાસ્યની છોળો ઉડી હતી.

ડુપ્લિકેટ મોદીએ ગણપતિ બાપ્પાના દર્શન કર્યાજિલ્લામાં ઠેર-ઠેર ગણપતિ ઉત્સવની સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ધુમ મચી રહી છે. ત્યારે ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસ નિમીત્તે દેશભરમાં ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેક્શનના વિતરણ સહિત વૃક્ષારોપણ સહિતની વિવિધ યોજનાનું વિતરણ કરવામાં આવ્યું હતું. બીજી બાજુ પાટડી જમાદારવાસના ગણપતિ ઉત્સવમાં રાત્રે 9 વાગ્યે યોજાયેલી ભવ્ય ગણપતિ આરતી બાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બે બોડીગાર્ડ સાથે ગણપતિ દાદાના દર્શને આવેલા ડુપ્લિકેટ મોદી હાજર જનમેદની માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતા. યશ શર્મા અને કુશ પટેલ ડુપ્લિકેટ મોદીન‍ા બોડીગાર્ડ બન્યા હતા. જ્યારે ખંતીલ ભટ્ટ સફેદ દાઢી-મૂંછ સાથે ડુપ્લિકેટ મોદી બન્યાં હતા.

નાના ભુલકાઓએ ચિચિયારીઓ સાથે ડુપ્લિકેટ મોદીનું અભિવાદન કર્યુપાટડી જમાદારવાસમાં ગણપતિ પંડ‍ાલમાં દાદાના દર્શને આવેલા ડુપ્લિકેટ મોદીએ દર્શન બાદ ભાઇઓ અને બહેનોના નાદ સાથે આગવી અદામાં હાજર જનમેદનીને સંબોધતા લોકોમાં તાળીઓના ગડગડાટ વચ્ચે હાસ્યની છોળો ઉડી હતી. નાના-નાના ભુલકાઓએ ચિચિયારીઓ સાથે ડુપ્લિકેટ મોદીનું અભિવાદન કર્યુ હતું. જ્યારે ડુપ્લિકેટ મોદીએ પણ બે હાથ ઊંચા કરી વિજયી મુદ્રામાં આગામી ચૂંટણીમાં વિજયો ભવ:ની ઉદ્ઘોષણા કરી હતી. આ સમગ્ર આયોજન માટે રાજુભાઇ શર્મા, ડી.કે.પરીખ, યોગેશ શર્મા, મોન્ટુ ઠક્કર, પ્રકાશ પ્રજાપતિ, રતિલાલ પટેલ અને વિરાંગ પ્રજાપતિએ ભારે જહેમત ઉઠાવી હતી.

ડુપ્લિકેટ નાના પાટેકરે પણ આગવી અદામાં લોકોને હસાવ્યાંપાટડી જમાદારવાસના ગણેશ પંડાલમાં ડુપ્લિકેટ મોદીની સાથે સાથે ડુબ્લીકેટ નાના પાટેકર બનેલ‍ા ધ્રુમિલ જીતેન્દ્રકુમાર (લાલાભાઇ) પટેલે ક્રાંતિવિર ફિલ્મના કલમવાલી બાઇ ક્રાંતિ લાના ચાહતી થીનો નાના પાટેકરની અદામાં ડાયલોગ બોલી હાજર જનમેદનીને ખુબ હસાવી હતી.

અન્ય સમાચારો પણ છે...