પદયાત્રીઓના મોત:સુરેન્દ્રનગરના લખતર પાસે ચોટીલાના પદયાત્રી સંઘ પર ડમ્પર ફરી વળ્યું, 2 યાત્રિકોના મોત

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ અકસ્માતની ઘટનામાં અન્ય ચાર લોકોને ઇજા પહોંચતા સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં ખસેડાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વારંવાર રોડ રસ્તા ઉપર અકસ્માત સર્જાતા હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે લખતર તાલુકામાં અકસ્માતોની સંખ્યા વધુ સર્જાતી હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર શહેરના લખતર નજીક કડુ ગામ આવેલું છે, ત્યાં ચોટીલા ચાલીને જતાં સંઘ પર ડમ્પર ફરી વળવા પામ્યો છે. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ બે લોકોના કમકમાટીભર્યા મોત નિપજવા પામ્યાં છે.

આ અકસ્માતની ઘટનાની જાણવા મળતી વિગત અનુસાર અમદાવાદ નજીકથી આવી રહેલા અને ચોટીલા જઈ રહેલા સંઘની સેવા કરતા તેમજ સંઘ સાથે રહેતા એક યુવકના અકસ્માતમાં મોત નીપજ્યું છે. અન્ય પદયાત્રીનુ પણ આ અકસ્માતમાં મોત નિપજવા પામ્યું છે. લખતરના કડુ ગામ નજીક ડમ્પર ચાલક દ્વારા રાત્રી દરમિયાન સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા સંઘ ઉપર ઉપર ડમ્પર ચઢાવી દેવામાં આવ્યું હતુ. જેમાં ઘટનાસ્થળે જ બે લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. અને અન્ય ચાર લોકોને ગંભીર ઈજાઓ થતાં સુરેન્દ્રનગર શહેરની ટી.બી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના રોડ રસ્તા ગોઝારા બનતા જઈ રહ્યા છે. ખાસ કરીને જે લખતરથી ફોર લાઇન રોડ રસ્તાનુ કામ ચાલુ છે, ત્યાં અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે બેકાબુ ડમ્પર ચાલક દ્વારા રાત્રી દરમિયાન સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા છ લોકો પર ડમ્પર ફેરવી નાખવામાં આવ્યું છે. જેમાં કોઈને પગમાં ઇજા પહોંચી છે, તો કોઈને હાથ ભાગી જવા પામ્યા છે. તો બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજવા પામ્યા છે.જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હજુ સુધી આ સંઘ બાબતે કોઈ પણ જાતની વિગતો સામે આવી નથી.

ત્યારે હાલ ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર બન્યો છે. ત્યારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે અકસ્માતના પગલે ઇજાગ્રસ્ત તમામ લોકોને સુરેન્દ્રનગર શહેરની ટી.બી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા છે. જેમાં મહિલા, બાળકો તેમજ યુવાનોને સારવાર માટે લાવવામાં આવ્યા છે ને તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. તેમાં પણ હાલ ગંભીર પરિસ્થિતિ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યુ છે. ત્યારે ચોટીલા જતા પગપાળા યાત્રાના યાત્રાળુઓ ઉપર બેકાબુ ડમ્પર ફરી વળતાં યાત્રાળુઓમાં પણ શોકનું મોજુ ફરી વળવા પામ્યું છે.

અન્ય સમાચારો પણ છે...