તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:નવા સોફ્ટવેરને કારણે 20 સેકન્ડમાં થતું રજિસ્ટ્રેશન હવે 1 મિનિટમાં થાય છે

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શનિવારે 12000ની ડોઝની સામે 10,146 લોકોએ રસી લીધી

સુરેન્દ્રનગર જિલ્લામાં રસી લેવા માટે દિવસે દિવસે લોકોની ભીડ જામી રહી છે. હવે બે દિવસથી આવેલા નવા સોફ્ટવેરના કારણે કર્મીઓ સાથે રસી લેવા આવતા લોકોને પણ પરસેવો વળી રહ્યો છે. કારણ કે પહેલા રજિસ્ટ્રેશનની એન્ટ્રી માટે અંદાજે 20 સેકન્ડ જેટલો સમય થતો તેની સામે હવે એક મિનિટ જેટલો સમય થઇ જાય છે. શનિવારે રાત્રિના કલાક 8 સુધીમાં 10,146 લોકોએ રસી લીધી હતી.

2 દિવસથી નવા આવેલા સોફ્ટવેરના કારણે રસીનું વશીકરણ થતું હોવાના ઘાટ સર્જાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ પહેલા સ્થળ પર રજિસ્ટ્રેશન માટે 20 સેકન્ડ જેટલો સમય લાગતો હતો. પરંતુ હવે રસીના લાભાર્થીના બે વાર મોબાઇલની એન્ટ્રી બાદ ઓટીપી આવે છે. તેમાંય ઓટીપી આવતા 20 સેકન્ડ રાહ જોવી પડતા કર્મીઓ સાથે લાભાર્થીઓને પણ પરસેવે પડી રહ્યો છે.

તેમાંય અભણ તેમજ મોટી ઉંમરના લોકો ઘરેથી મોબાઇલ નંબર લખીને આવતા હોવાથી પણ મુશ્કેલીઓ સર્જાઇ છે. જેના કારણે રસીકરણની કામગીરી પણ અસર થઇ હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ જિલ્લા માટે શનિવારે સાંજના સમયે બે દિવસ માટે 15000નો રસીનો સ્ટોક આવ્યો હતો.

જ્યારે આ દિવસે સવારના 9થી લઇને રાત્રિના 8 સુધીમાં 10,146 લોકોએ રસી લીધી હતી. આમ જિલ્લામાં અત્યાર સુધીમાં 5,23,469 લોકોની રસીકરણ થયંુ હતું. જેમાં 4,24,614 લોકોએ પ્રથમ ડોઝ તેમજ 98,855 લોકોએ બીજો ડોઝ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...