તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ફાર્માસિસ્ટોની અછતને કારણે જિલ્લાના દિનદયાળ, જન ઔષધિના 3 સ્ટોર બંધ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર્દીઓને ખાનગી સ્ટોર્સમાંથી મોંઘા ભાવની દવાઓ ખરીદવી પડે છે

સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ રોગોએ માથુ ઉંચકતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં આવેલા સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા તેમજ લીંબડીના દિનદયાળ અને જનઔષધિ સ્ટોરો બંધ હોવાથી દર્દીઓ સાથે લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે. જયારે આ સ્ટોર ફાર્માસિસ્ટો ન મળતા હોવાથી હાલ બંધ હોવાનું બહાર આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં સરકાર દ્વારા મોટા ઉપાડે રાહત દરે દર્દીઓને દવાઓ મળી રહે તે માટે પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર, દિનદયાળ સહિતના સ્ટોર ઉભા કરવામાં આવ્યા હતાં.

જેમાં સુરેન્દ્રનગરમાં 3 દિનદયાળ તેમજ 2 જનઔષધિ સ્ટોર ધમધમતા થયા હતાં. આ ઉપરાંત લીંબડી અને ધ્રાંગધ્રા સહિત હાલમાં અંદાજે 10 જેટલા આ બંને સ્ટોરો ચાલુ કરાયા હતા. જેના કારણે અનેક દર્દી તેમજ તેના પરિવારજનોને સસ્થા ભાવે દવાઓ મળી રહેતા આનંદ ફેલાયો હતો. આ ઉપરાંત આવા સ્ટોરમાંથી ડાયાબીટીસ, બી.પી.,થાઇરોઇડ સહિતની દવાઓ પણ મળતી હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા તેમજ લીંબડીના સ્ટોર બંધ હોવાથી દર્દીઓ સહિત લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે આ સ્ટોર ઝડપથી શરૂ થાય તેવી લોકમાંગ ઉઠી હતી.

જ્યારે આ અંગે દીનદયાળ સ્ટોરના અધિકારી અરવિંદ ઝાએ જણાવ્યું કે, ધ્રાંગધ્રામાં આવેલો સ્ટોર કોવિડમાં માટે લઇ ગયા છે જે પરત આપે ત્યારે શરૂ કરવામાં આવશે. જ્યારે હાલ ફાર્માસિસ્ટો ન હોવાથી જિલ્લામાં ત્રણ સ્ટોર બંધ છે. ફાર્માસિસ્ટોની ભરતી નીકળી છે તેમા ભરતી થશે એટલા આ સ્ટોર શરૂ કરવામાં આવશે. બીજી તરફ જિલ્લામાં આવા સ્ટોરમાં કોઇ ફાર્માસિસ્ટ આવવા તૈયાર નથી થતા અને મોટાભાગના જામનગર, અમદાવાદ, ભાવનગર, વડોદરા, સુરત સહિતના સ્થળોએ જવા વધુ પસંદગી કરે છે. તેમ છતા જિલ્લાકક્ષાના જોઇ કોઇ ફાર્માસિસ્ટો મળે તો ઝડપથી શરૂ કરવાના પ્રયાસો કરાશે.

અન્ય સમાચારો પણ છે...