કેદીઓનો ભરાવો:સુરેન્દ્રનગર જિલ્લાની ત્રણ સબ જેલોમાં ક્ષમતા કરતા વધુ કેદીઓના ભરાવાથી વ્યવસ્થામાં મુશ્કેલી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લીંબડી સબજેલમાં 35ની ક્ષમતા સામે 93 કેદીઓનો ભરાવો
  • સુરેન્દ્રનગરની સબજેલમાં 232 કેદીઓ સજા કાપી રહ્યાં છે

સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી ત્રણ સબજેલોમાં ક્ષમતા કરતા વધુ કેદીઓનાં ભરાવાથી જેલ સત્તાવાળાઓ સામે વ્યવસ્થામાં અનેક જાતની મુશ્કેલી પડે છે. હાલની કોરોના મહામારીનાં દિવસોમાં જેલોમાં સંક્રમણ ફેલાય નહી તેનું પણ ધ્યાન રાખવું કઠીન બની જતુ હોય છે. જિલ્લામાં નવી સબજેલ બનાવવી જરૂરી હોવાનું મનાય છે. આ અંગેની વધુ વિગત એવી છે કે, છેલ્લા કેટલાક સમયથી ઝાલાવાડમાં નાની-મોટી ગુનાખોરીનું પ્રમાણ વધ્યુ છે. નાની-મોટી વાતમાં મારામારી, ચોરી, લૂંટ, હત્યા, છેતરપીંડી, સહીત નાના-મોટા ગુનાઓનાં આરોપીઓને પોલીસ પકડીને કોર્ટમાં રજુ કરે છે. અને કોર્ટ યોગ્ય આધાર-પુરાવાને ધ્યાનમાં રાખી જે તે આરોપીને સજાના રૂપમાં જેલમાં મોકલે છે.

ધ્રાંગધ્રા સબ જેલમાં ક્ષમતા કરતા ઓછા કેદી
કેટલાક આરોપી રીઢા બની ગયા હોય છે. સજા કાપીને બહાર આવ્યા પછી ફરી ગુનાખોરી જ કરતા હોય છે. પરિણામે જેલોમાં કેદીઓની સંખ્યામાં વધારો થતો હોય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષો પહેલા બનાવેલી સબ જેલોમાં ક્ષમતા કરતા વધારે કેદીઓનો ભરાવો થઈ ગયો છે. સુરેન્દ્રનગર ખાતે આવેલી સબ જેલમાં 211 પુરૂષ કેદી, 19 મહિલા કેદી અને 2(બે) પાકા કામના કેદી મળી કુલ 232 જેટલા કેદી સજા કાપી રહ્યા છે.આવી જ હાલત લીંબડી સબ જેલની છે. લીંબડી સબજેલમાં 35 કેદીની ક્ષમતા સામે 93 કેદીનો ભરાવો થઈ ગયો છે. એકમાત્ર ધ્રાંગધ્રા સબ જેલમાં ક્ષમતા કરતા ઓછા કેદી છે.

140ની ક્ષમતા સામે હાલ 93 કેદી
આ સબજેલમાં 140ની ક્ષમતા સામે હાલ 93 કેદી છે. જોકે, ધ્રાંગધ્રા સબજેલમાં ક્ષમતા કરતા ઓછા કેદી હોવા છતાં જેલમાંથી પ્રતિબંધિત ચીજવસ્તુ મળી આવવાના મામલે અવારનવાર વિવાદમાં રહે છે. લીંબડીની સબજેલમાં સ્ટાફની પણ કમી હોવાનું જાણવા મળેલ છે. બે સિપાઈ, એક જુનિયર ક્લાર્ક, એક મહિલા સિપાઈ અને બે સુબેદારની ઘટ હોવાનું જાણવા મળેલ છે.

નવી સબજેલની જરૂર
જિલ્લાની આ સબજેલોમાં ક્ષમતા કરતા વધુ કેદીઓને કારણે જેલ સત્તાવાળાઓને વ્યવસ્થામાં મુશ્કેલી પડતી હોય છે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેનું પણ ધ્યાન રાખવુ પડતુ હોય છે. જિલ્લામાં નવી સબજેલની જરૂર હોવાનું મનાય છે. તત્કાલીક જિલ્લા કલેક્ટરે ખેરાળી બાયપાસ તરફ નવી જેલ બનાવવા માટે વિચારણા કરી હતી. પરંતુ સરકારી સંકલનનાં અભાવે વિચારણા આગળ વધી નથી ત્યારે આ બાબતે જિલ્લા કલેક્ટર, ચુંટાયેલા જનપ્રતિનિધોઓ યોગ્ય પગલા લેવડાવે તે જરૂરી મનાય છે.

લીંબડીની સબજેલમાં સ્ટાફની કમી
લીંબડીની સબજેલમાં સ્ટાફની પણ કમી હોવાનું જાણવા મળેલ છે. બે સિપાઈ, એક જુનિયર ક્લાર્ક, એક મહિલા સિપાઈ અને બે સુબેદારની ઘટ હોવાનું જાણવા મળે છે.

સુરેન્દ્રનગર જેલમાં 19 મહિલા કેદી
સુરેન્દ્રનગર ખાતે આવેલી સબ જેલમાં 211 પુરૂષ કેદી, 19 મહિલા કેદી અને 2(બે) પાકા કામના કેદી મળી કુલ 232 જેટલા કેદી સજા કાપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...