તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:હળવદના કેદારીયા ગામે વીજતંત્રની બેદરકારીના લીધે બાળકો ભર ચોમાસે ખુલ્લા આકાશ નીચે ભણવા મજબૂર બન્યા

સુરેન્દ્રનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદના કેદારીયા ગામે વીજતંત્રની બેદરકારીના લીધે બાળકો ભર ચોમાસે ખુલ્લા આકાશ નીચે ભણવા મજબૂર બન્યા - Divya Bhaskar
હળવદના કેદારીયા ગામે વીજતંત્રની બેદરકારીના લીધે બાળકો ભર ચોમાસે ખુલ્લા આકાશ નીચે ભણવા મજબૂર બન્યા
  • હળવદ તાલુકાના કેદારીયા ગામની શાળામાં વીજ પુરવઠો અદ્રશ્ય થઈ જતા બાળકો પરસેવો પાડી અભ્યાસ કરે છે

હળવદ તાલુકાના કેદારીયા ગામે આવેલ પ્રાથમિક શાળામાં પાછલા બે દિવસથી વીજ ફોલ્ટ સર્જાતા વીજ પુરવઠો અદ્રશ્ય થઇ ગયો છે. આ અંગેની જાણ શાળાના શિક્ષકો દ્વારા વીજતંત્ર ને કરવામાં આવી હોવા છતાં છેલ્લા બે દિવસથી વીજ તંત્ર ડોકાયું પણ નથી જેના કારણે હાલ તો બાળકો પરસેવો પાડીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.

રાજ્ય સરકાર દ્વારા ધોરણ 6થી 8ના 50 ટકા વિદ્યાર્થીઓની સંખ્યા સાથે અભ્યાસ કરાવવાની છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે હળવદ તાલુકાના કેદારીયા ગામે ધોરણ ૬ થી ૮ના ૩૫ જેટલા વિદ્યાર્થીઓ શાળા અભ્યાસ અર્થે આવે છે, પરંતુ આ શાળામાં છેલ્લા બે દિવસથી વીજ ફોલ્ટ સર્જાતા વીજ પુરવઠો ખોરવાયો ગયો છે.

આ અંગેની રજૂઆત શાળાના શિક્ષકો દ્વારા વીજ તંત્રને કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી વીજપુરવઠો પુ:નહ ચાલુ કરવાની તસ્દી પણ લીધી નથી. જેના કારણે શાળામાં અભ્યાસ કરતા બાળકો ખુલ્લા આકાશ નીચે ભણવા મજબુર બન્યા છે જેથી હવે જોવાનું એ રહ્યું કે વીજતંત્ર વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી ક્યારે દૂર કરે છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...