સમસ્યા:ચોમાસાના કારણે ગુંદિયાળામાં 2 માસથી ભૂર્ગભ ગટરનું કામ અટકી પડતાં ગંદું પાણી રસ્તા પર ફેલાયું

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુંદિયાળા ગામે ભૂર્ગભ ગટરની કામગીરી બંધ રહેતા ગટરના પાઇપો બે માસથી પડી રહ્યા છે. કામ બંધ રહેતા લોકોને હાલાકી. - Divya Bhaskar
ગુંદિયાળા ગામે ભૂર્ગભ ગટરની કામગીરી બંધ રહેતા ગટરના પાઇપો બે માસથી પડી રહ્યા છે. કામ બંધ રહેતા લોકોને હાલાકી.
  • માલસામાન સ્થળ ઉપર જ છે, થોડા દિવસોમાં કામ શરૂ થઇ જશે : સરપંચ
  • ગામમાંથી કોઇએ ખોદકામથી કાદવકિચડ-ગંદકી-મચ્છરોનો ઉપદ્રવ થવાની અરજી કરી

ગુંદિયાળા ગામમાં ભૂર્ગભ ગટરનું કામ શરૂ કરવામાં આવ્યુ હતુ. પરંતુ ચોમાસુ અને ખોદકામથી ગંદકી, મચ્છરોનો ઉપદ્રવથી રોગચાળાની ભીતીને લઇને કોઇએ અરજી કરતા કામ બંધ થઇ ગયુ હતુ. ત્યારે આ કામ શરૂ કરવામાં આવે તેવી રહીશોમાં માંગ ઉઠી હતી. વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામમાં રૂ. 5 લાખના ખર્ચે ભૂર્ગભ ગટરના કામો ચોમાસના સમયે શરૂ કરાતા ગટરના ખોદકામથી કાદવકિચડ, ગંદકી, મચ્છરોનો ઉપદ્રવ વધવાની સાથે રોગચાળાની રાવ ઉઠી હતી. પરિણામે ભૂર્ગભ ગટરની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી.

ત્યારે અંદાજે 2 માસથી કામગીરી બંધ રહેતા ગટરના અભાવે રસ્તા સહિતના સ્થળોએ પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતા કામગીરી શરૂ કરવામાં આવે તેવી રહીશોમાં માંગ ઉઠી હતી. આ અંગે ગામના સરપંચ મુક્તાબેન ભરતભાઈ કાલીયાએ જણાવ્યું કે, ગટરની કામગીરી માટે માલસામાન તેમજ પાઇપો સ્થળ પર જ રાખેલા છે. પરંતુ ચોમાસુ અને અરજીના કારણે કામગીરી બંધ રહી હતી. આગામી 7 કે 8 દિવસમાં ભૂર્ગભ ગટરની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...