લોકમાગ:જેલ ચોક પાસે નિયમિત સફાઇના અભાવે ગંદકીના ઢગની સમસ્યા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા નિયમિત કચરાની સફાઇ કરાવી યોગ્ય કરે તેવી લોકમાગ

સુરેન્દ્રનગર જેલ ચોક પાસે જાહેરમાં લોકો કચરો નાંખતા હોવાથી લોકો અને આસપાસ દુકાનો અને ઓફિસના લોકોને હાલાકી થઇ રહી છે.આથી પાલિકા દ્વારા નિયમિત કચરો સફાઇ કરાય તેવી લોકમાગ ઉઠી છે.સુરેન્દ્રનગર શહેરની મધ્યે આવેલો જેલ ચોક અને શહેરના હાર્દસમાન રોડ છે.

અહીંથી કોર્ટ, કલેક્ટર કચેરી, જેલ સહિત કચેરીઓ અને મૂળી તથા ધ્રાંગધ્રા અવરજવર લોકો કરતા હોય છે. ત્યારે આ જેલચોક પર વીજ થાંભલા પાસે કચરો પડ્યો રહેતો હોવાથી લોકોને હાલાકી થઇ રહી છે. આઅંગે રવિન્દ્રભાઇ ચુડાસમાએ જણાવ્યુ કે જેલ ચોક ખાતે જેલની સામે દર બે દિવસે ખૂબ જ મોટા પ્રમાણમાં કચરો એકઠો થાય છે. અને આ કચરો નગર પાલિકા દ્વારા રોજે રોજ લેવામાં આવતો નથી.

જેને લીધે અહીં જેલ સામે આવેલ ઓફિસો વાળા તેમજ અન્ય દુકાનો વાળાને પારાવાર હાલાકી ભોગવવી પડે છે.તેમજ કચરા ને લીધે ગાયો ખૂબ ભેગી થઈ જતી હોય છે. અને પ્લાસ્ટીક ખાતા તેના આરોગ્યને નુકશાન થાય છે. જ્યોર ગંદકી રહેતીહોવાથી લોકોને પરેશાની થાય છે.આથી પાલિકા દ્વારા નિયમિત કચરો સફાઇ કરાય તેવી માગ છે.

અન્ય સમાચારો પણ છે...