તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:સુરેન્દ્રનગરમાં પ્રોફેસરોના અભાવે 600 વિદ્યાર્થીઓ ભણી શકતા નથી

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • 2 પ્રોફેસરોની બદલી, નવા ન મુકાતાં વિદ્યાર્થીઓ પરેશાન
 • સરકારી કોલેજોમાં કેમેસ્ટ્રી, ગણિત જેવા અઘરા વિષયોના પ્રોફેસરોની ઘટથી વિદ્યાર્થીઓના શિક્ષણને અસર પડશે

શિક્ષણનગરી સુરેન્દ્રનગરમાં સરકારી કોલેજોમાં પ્રોફેસર ન હોવાથી શિક્ષણ કથળી રહ્યાનો ઘાટ સર્જાયો છે. સુરેન્દ્રનગર એમ.પી.શાહ સાયન્સ એન્ડ આર્ટસ કોલેજમાં તાજેતરમાં વિજ્ઞાન પ્રસારના બે પ્રોફેસરોની બદલી કરાઇ છે. પરંતુ નવા પ્રોફેસર ન મુકતા 600થી વધુ વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં મુકાયા છે.સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણની ક્રાંતી આવતા સુરેન્દ્રનગર શહેર શિક્ષણ નગરી બની ગયુ છે. પરંતુ સરકારી કોલેજોમાં પ્રોફેસરોની ઘટને લીધે શિક્ષણ કથળી રહ્યુ છે. સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રોફેસરોની ઘટ છે. ત્યારે સાયન્સ કોલેજના કેમેસ્ટ્રી પ્રોફેસર કે.ડી.પરીખની બદલી કરવામાં આવી છે.

જ્યારે ગણિતના પ્રોફેસર શેખાવાભાઇને પણ અમદાવાદ મુકાયા છે. સાયન્સ કોલેજમાં કોઇ પ્રોફેસરનથી. આથી 600 જેટલા વિદ્યાર્થીઓ કેમેસ્ટ્રી, ગણીત જેવા વિષયો બગડે તેવો ઘાટ સર્જાયો છે. આ અંગે રાજદિપસિંહ અસવાર, હાર્દિકભાઇ વગેરેએ જણાવ્યુ કે એમ.પી.શાહ કોલેજમાં એડમીશનની સમસ્યા છે. જ્યારે એડમીશન મેળવતા વિદ્યાર્થીઓને પ્રોફેસરો ન હોવાથી મુશ્કેલી થાય છે. રાજ્ય સરકારે સુરેન્દ્રનગરમાં ખાનગી યુનિવર્સિટીને મંજુરી આપી છે. પરંતુ સરકારી કોલેજોમાં પ્રોફેસરો મુકવા પાછળ રહી છે.

એમ.પી.શાહ સાયન્સ કોલેજમાં મહેકમ

વિષયમહેકમકામ કરતા
ગણિત31
કેમેસ્ટ્રી136
બોટની31
ફિઝીકસ100
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો