તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:પ્રાથમિક સુવિધાના અભાવે લોકોનો પાલિકાએ હલ્લાબોલ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગરના કૃષ્ણનગર વિસ્તારમાં

સુરેન્દ્રનગરના કૃષ્ણનગર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે રહીશોને હાલાક થતી હતી. ત્યારે ચોમાસામાં વિસ્તારના બિસમાર રસ્તા પર ગંદા પાણી ભરાવા અને કીચડ રાજથી રોગચાળાનો ભય રહેતો હોવાથી રસ્તો યોગ્ય કરવા માગ કરાઇ હતી.

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં બિસમાર રસ્તા અંગે તંત્રને રજૂઆત છતાં યોગ્ય ન કરાતા લોકોમાં રોષ ફેલાતા પાલિકા કચેરીએ ધસી ગયા હતા. જ્યાં ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. જેમાં કૃષ્ણેશ્વર મહાદેવ મંદિરથી સ્મશાન સુધીનો રસ્તો બિસમાર અને ઉબડ-ખાબડ હોવાથી રહીશોને હાલાકી થાય છે. જ્યારે આ રસ્તે હાલ વરસાદી પાણી પણ ભરાતા આ ગંદા પાણીમાથી રહીશોને પસાર થવા મજબૂર થવું પડે છે. જ્યારે આ રસ્તા પર ગંદા પાણીમાં મચ્છર-માખીનો ઉપદ્રવ વધતા રોગચાળાની ભીતી હોવાથી લોકહીતને ધ્યાને સફાઇ કરી પાણીનો નિકાલ સાથે રસ્તો યોગ્ય કરવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...