બાવાના બેય બગડ્યા:અતિવૃષ્ટિને લીધે મગફળીનો પાક ઓછો-નબળો થયો, સરકારે ઓછા ભાવે ખરીદતાં મુશ્કેલી વધી

સુરેન્દ્રનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં રૂ. 1110ના ટેકાના ભાવે 44,896 ક્વિન્ટલ મગફળી ખરીદાઈ ગત વર્ષની સરખામણીએ આ વર્ષ 65807 ક્વિન્ટલ ઓછી મગફળી વેચાઈ
  • 2021-22માં 2086 ખેડૂત વેચાણ માટે આવ્યા હતા, ગત વર્ષે 5271 આવ્યા હતા
  • ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મગફળીના વાવતેરમાં 8742 હૅક્ટરમાં ઘટાડો થયો

જિલ્લામાં કપાસ પછીના ક્રમે મગફળીનો પાક આવે છે છતાં આ વર્ષે મગફળીનો પાક લેનારા ખેડૂતોની સ્થિતિ ‘બાવાના બેય બગડ્યા’ જેવી થઈ છે. એક તરફ અતિવૃષ્ટિને કારણે પાક ઓછો અને ખરાબ થયો છે ત્યારે બીજી તરફ સરકારે ટેકાના ભાવે ખરીદી કરી, તેમાં પણ નબળો પાક રદ કરવા સાથે ભાવ પણ ઓછા મળતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે. આ વર્ષે નોંધાયેલા 6268 ખેડૂતે ટેકાના ભાગે મગફળી ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંના 2086 ખેડૂત આવતાં 44,896 ક્વિન્ટલ મગફળીની રૂ. 1110ના ટેકાના ભાવે ખરીદી કરાઈ હતી પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 65807 ક્વિન્ટલ મગફળી ઓછી વેચાઈ છે.

ઝાલાવાડમાં કપાસ પછી બીજા ક્રમે મગફળીના પાકનું વાવેતર થાય છે. જિલ્લામાં આ વર્ષ ખેડૂતોએ 50668 હૅક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું. ગત વર્ષે ચોમાસામાં શરૂઆતમાં સારો વરસાદ થયા પછી વચ્ચેના સમયમાં વરસાદ ન થતાં પાક સુકાવાનો ભય ફેલાયો હતો. જોકે, ઋતુના અંતે અતિવૃષ્ટિ થતાં પાકને નુકસાન થયું હતું. લાભપાંચમથી શરૂ કરાયેલી મગફળી ખરીદ પ્રક્રિયા ફેબ્રુઆરીમાં પૂરી થઈ છે.

આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 6268 ખેડૂતને મેસેજ કરી ટેકાના ભાવે મગફળી વેચાણ કરવા બોલાવાતા 2086 ખેડૂત જ આવતાં રૂ.1110ના ટેકાના ભાવે 44,896 ક્વિન્ટલ મગફળી ખરીદાઈ હતી, જે ગત વર્ષની સરખામણીએ ઓછી છે. ગત વર્ષે 8918 ખેડૂતના રજિસ્ટ્રેશન સામે 5271 ખેડૂતે 1,10,703 ક્વિન્ટલ મગફળી વેચી હતી. આમ ગત વર્ષની સરખામણીએ 65807 ક્વિન્ટલ ઓછી મગફળી વેચાઈ છે.

મગફળીનું વાવેતર

તાલુકોવર્ષ 2020વર્ષ 2021
ચોટીલા79297,833
ચુડા1915750
દસાડા50
ધ્રાંગધ્રા995014,250
લખતર71750
લીંબડી1820570
મૂળી1628511,680
સાયલા100007,530
થાનગઢ65425,353
વઢવાણ42472,652
કુલ5941050,668

ખરીદ કેન્દ્રમાં વેચાણ કર્યા બાદ પૈસા સમયસર આવતા નથી

‘ખરીદ-વેચાણ કેન્દ્ર ઉપર મગફળીનું વેચાણ કર્યા બાદ પૈસા સમયસર આવતા નથી. ક્યારેક 15 દિવસ કે કયારેક મહિના સુધી ખેડૂતોને પેમેન્ટ કરવામાં આવતું નથી, આથી ખેડૂતોને માલ વેચી દીધા બાદ પણ સમયસર પૈસા મળતા નથી જયારે બહારના વેપારીઓ તુરંત પૈસા આપી દેતા હોઈ ખેડૂતો તેમને મગફળી વેચવાનો આગ્રહ રાખી રહ્યા છે.’> પ્રતાપભાઈ દલવાડી, ખેડૂત

મગફળી રિજેક્ટ થવાની સમસ્યા, ભાડું પણ માથે પડે છે
‘આ વર્ષે જિલ્લામાં સતત વરસાદ પડવાનું ચાલુ જ રહ્યુ હતું. મગફળી પાકવાની તૈયારીમાં હતી ત્યારે પણ વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયાં હતાં, જેને કારણે મગફળી બગડી જવાની મોટી સમસ્યા રહી હતી. આથી મોળી મગફળી લઈને ખેડૂત કેન્દ્રમાં જાય તો આકરા નિયમોને કારણે રીજેક્ટ થવાની મોટી સમસ્યા છે. આથી ખેડૂતોને ઘરેથી મગફળી કેન્દ્ર સુધી લઈ જવાનું અને પાછી ઘરે લાવવાનું ભાડું પણ માથે પડતું હોવાથી ટેકાના ભાવે વેચાણ કરવા જતાં ખચકાય છે.’ > ચમનભાઈ પટેલ, ખેડૂત

અન્ય સમાચારો પણ છે...