વાત ગામ ગામની:દૂધનો મહિમા રજૂ કરતું દૂધરેજ વડવાળા મંદિર આસ્થા સ્થાન

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દૂધરેજ શહેરીકરણ સાથે વિકસતું ઝડપી ગામ

વઢવાણ રાજ્યનું દુધરેજ ગામે રાજાશાહી અને લોકશાહી નજીકથી જોઇ છે. દગ્ધસરમાંથી અપભ્રંશ થઇ દુધરેજનામ પડ્યુ ગામને શહેરીકરણ શરૂ થયુ છે. વઢવાળા મંદિરના કારણે દુધરેજ ગામ પ્રખ્યાત બન્યુ છે. દુધરેજ ગામની સીમમાંથી કાંપ રેલ્વે જંકશન, સીયુશાહ મેડીકલ કોલેજ ધોળી ધજા ડેમ બનતા સુરેન્દ્રનગર વિકસીત થઇ રહ્યુ છે.જ્યારે ગામના પાદરમાંથી મુખ્ય નર્મદા કેનાલ નિકળી હોવાથી કૃષિક્રાંતી અને શહેરી કરણ ક્ષેત્રે અગ્રેસર બન્યુ છે. વઢવાણ તાલુકાના ગામોમાં દુધરેજ, રતનપર, જોરાવરનગરનો પણ સમાવેશ થતો હતો.આ ત્રણેય ગામનો હાલ સંયુક્ત પાલિકામાં સમાવેશ થાય છે.

વઢવાણ રાજ્યનું દધુરેજ ગામ અનોખો ઇતિહાસ ધરાવે છે. જેના દુગ્ધમાંથી દુધરેજ નામ પ્રચલિત બન્યુ છે.જે મોટો ઇતિહાસ પણ ધરાવે છે.દુધરેજ ગામની વસ્તી 15 હજારથી વધુની છે. આ ગામમાં પાંચ જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે.દુધરેજમાં દરબાર, રબારી, દલિતો, કોળી એમ પચરંગી પ્રજા વસવાટ કરે છે.દુધરેજમાં પ્રખ્યાત વડવાળા મંદિર, રામજીમંદિર, રામપીરનું મંદિર, શક્તિમાતાનું મંદિર સહિત આસ્થાના કેન્દ્રો છે.દુધરેજ ગામના પાદરમાં વટેશ્વર વન નર્મદા કેનાલ, દુધસાગર તળાવ આવેલા છે.

દુધરેજ ગામની આસપાસ બાકરથળી, લટુડા, કટુડા, અધેલી વગેરે ગામોની સીમ આવેલી છે.આ ગામોને જોડતા રસ્તા પાકા છે. દુધરેજમાં ભુગર્ભ ગટર સીસીરોડ, પેવરબ્લોકની સુવીધા છે.જ્યારે ઘરે ઘરે નળમાં પાણીની વ્યવસ્થા છે. નર્મદા કેનાલ નજીક હોવાથી ખેડૂતોને ખેતરો સુધી નર્મદાના નીર પહોંચ્યા છે. જેના કારણે ત્રણ નિપજો લઇ શકતા થઇ કૃષિક્રાંતી સર્જાઇ છે.

દૂધરેજને વડનો સમન્વય વડવાળા મંદિર
સમગ્ર ગુજરાતમાં રબારી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર મંદિર વડવાળા મંદિર વે. આ મંદિર સથે દુધ અને વડનો સમન્વય છે. પુ.વૈષ્ણવચરણદાસજી 500 સંતોની મંડળી સાથે દુધરેજ આવ્યા હતા.જેમાં પ્રષ્ટપ્રજ્ઞસ્વામીજી એ દુધપાક ખાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.ત્યારે દુગ્ધસરના દુધનુ તળાવમાંથી દુધપાક બનાવ્યો હોવાનું પુસ્તકોના પાને નોંધાયુ છે.જ્યારે પ્રષ્ટપ્રજ્ઞજીએ વડવાઇનું દાંતણ ધરતીમાં રોપ્યુ હતુ જ્યારે ગોવાલણીઓએ દધુરેડતા વડવાઇઓમાંથી વડનું વૃક્ષ પાંગર્યુ હતુ.આજે પણ દર વર્ષે ફાગણ માસના અહીં ધજા ચડાવીને વડોત્સવ થાય છે.

દૂધરેજને પોલિટિકલ એજન્ટે કર્યો હતો દસ્તાવેજ
સુરેન્દ્રનગરને કાંપ તરીકે ઓળખ કેમ્પ સ્ટેશને કારણે મળી હતી.આ જમીનપર રેલ્વે સ્ટેશન બાંધવા માટે કાઠીયાવાડના પોલીટીકલ એજન્ટ મેજર આર.એસ.કોર્ટીજે અમરસિંહને દસ્તાવેજ પર પોલીટીકલ એજન્ટી કરી આપ્યો હતો.જ્યારે જેમાં કેમ્પ સ્ટેશન બનાવાયુ હતુ.આ સ્થળે થોડે દુર સી.યુ.શાહ મેડીકલ કોલેજ રેલ્વે સ્ટેશન વગેરે ક્રમશ: બન્યા હતા.

વઢવાણ ઠાકોર સાહેબ અને દૂધરેજના ભાગીદારી મહત્ત્વની
વઢવાણ સિવિલ સ્ટેશનના માટે કર્નલ આર.એ.ચકિટીજે કાઠીયાવાડ એજન્સી વતી કાયમી ભાડા પટ્ટાથી જમીન શોધી હતી.જેમાં વઢવાણના ઠાકોર સાહેબ રાયસિંજીપાસેથી 2760 વાર જમીન વાર્ષિક રૂ.2250 લીધી હતી.જ્યારે દુધરેજના ભાગીદારો પાસેથી આશરે 25 એકર જમીન વાર્ષિક રૂ.250ના ભાડા પટ્ટે લીધી હતી.પાછળથી સુરેન્દ્રનગર તરીકે ઓળક પ્રસ્થાપિત કરી છે.

અન્ય સમાચારો પણ છે...