સરપંચને ધમકી:હળવદના સાપકડાના ગામે સ્ટ્રીટ લાઈટ મામલે દારૂડિયાએ નશાની હાલતમાં સરપંચને તતડાવી નાખ્યા

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
હળવદના સાપકડાના ગામે સ્ટ્રીટ લાઈટ મામલે દારૂડિયાએ નશાની હાલતમાં સરપંચને તતડાવી નાખ્યા - Divya Bhaskar
હળવદના સાપકડાના ગામે સ્ટ્રીટ લાઈટ મામલે દારૂડિયાએ નશાની હાલતમાં સરપંચને તતડાવી નાખ્યા
  • સરપંચે સમજાવા છતાં દારૂ પીધેલી હાલતમાં નશાખોરે કોલર પકડીને મારી નાખવાની ધમકી આપી

હળવદના સાપકડાના ગામે ગ્રામ પંચાયત કચેરીમાં દારૂ પીધેલી હાલતમાં નશાખોરે સરપંચને સ્ટ્રીટ લાઈટ ચાલુ કેમ કરતા નથી તેમ કહી ગેરવર્તન કરીને તતડાવી નાખ્યા હતા. જોકે, સરપંચે યોગ્ય રીતે સમજાવા છતાં દારૂ પીધેલી હાલતમાં નશાખોરે કોલર પકડીને જાનથી મારી નાખવાની ધમકી સાથે હળવદ પીઆઈને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.

સાપકડા ગામના સરપંચ કણઝરીયા નટુભાઈ ગોરધનભાઇએ હળવદ પીઆઈને લેખિતમાં ફરિયાદી કરી હતી કે, તેઓ સરપંચ તરીકે ગત તા.7ના રોજ ગામ પંચાયતમાં હજાર હતા. તે દરમિયાન સાપકડા ગામના રહીશ ઝાલા નિકુલસિંહ ખુમાનસિંહ ગ્રામ પંચાયત કચેરી ખાતે દારૂ પીધેલી હાલતમાં ખાવી ગામની સ્ટ્રીટ લાઈટ કેમ ચાલુ કરતા નથી તેમ કહી સરપંચને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

વધુમાં સરપંચે આ બાબતે તે ઇસમને સમજાવવાનો પ્રયાસ કરેલ અને જણાવેલ કે ગ્રામ પંચાયત સ્ટ્રીટ લાઈટના મેન્ટેનસના હાલ કોઈ પણ પ્રકારનો કરવેરા લેતી ના હોય આ આ અંગે ગ્રામપંચાયત કમિટીમાં ચર્ચા વિચારણા કરી આ અંગે યોગ્ય નિર્ણય કરવામાં આવશે.

આ ઇસમ કોઈપણ પ્રકારની વાત માનવા તૈયારના હોય બે કલાકમાં સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા જણાવેલું અને સરપંચ તે સમય દરમિયાન વિધવા સહાયની મંજૂરી અંગેના કાગળોની ફાઈલ તપાસતા હોય આ ઈસમ એ ફાઈલ હાથમાંથી ઝુટવી લઇ અગત્યના ડોક્યુમેન્ટ ફાડી નાખેલા અને એક કલાકમાં સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા જણાવેલું. પરંતુ જે શક્ય ના હોવાથી ઇસમ દ્વારા ગ્રામપંચાયતના દરવાજા બહાર કોલર પકડી મને મારી નાખવાનો પ્રયાસ કરેલો અને જો એક કલાકમાં લાઈટ ચાલુ નહીં કરવામાં આવે તો તમોને જાનથી મારી નાખવામાં આવશે તેવી ધમકી પણ આપી છે.

આ અગાઉ પણ ગ્રામપંચાયતના વાલ્વમેનને ધમકાવી ગ્રામપંચાયતની પાણીની મોટર સ્ટાર્ટ વિગેરે તોડી ગ્રામપંચાયતની મિલકતને નુકશાન પહોંચાડવાની કોશીશ પણ કરેલી છે. આમ,આ વ્યક્તિ અવારનવાર ફરજમાં રૂકાવટ કરતા હોય આ ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...