કોરોના અપડેટ:કોરોનાની જાગૃતિ માટે ઢોલ ટીપાયા મંગળવારે જિલ્લામાં 42 કોરોના કેસ

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૂળીમાં કેટલાક સમયથી કોરોનાનાં કેસો ઓછા જોવા મળે છે પરંતુ મંગળવારે એકસાથે 3 કેસ આવતા સમગ્ર ગામમાં ઢોલ વગાડી લોકોને જાગૃત કરાયાં હતાં. - Divya Bhaskar
મૂળીમાં કેટલાક સમયથી કોરોનાનાં કેસો ઓછા જોવા મળે છે પરંતુ મંગળવારે એકસાથે 3 કેસ આવતા સમગ્ર ગામમાં ઢોલ વગાડી લોકોને જાગૃત કરાયાં હતાં.
  • ગામડામાં 13 અને શહેરી વિસ્તારોમાં 29 લોકો પોઝિટિવ
  • મંગળવારે પાટડી, સાયલા અને થાનગઢમાં એક પણ કેસ નહીં

સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે જાન્યુઆરીના 11 દિવસમાં જ 123 કેસો આવી ગયા છે. ગત વર્ષે આખા જાન્યુઆરીમાં 74 કેસો અને 2 લોકોના મોત થયા હતા. તા. 11 જાન્યુઆરી-2022ને મંગળવારે આરોગ્ય વિભાગે નવા 42 કેસો જાહેર કર્યા હતા. જેમાં ચોટીલા, ચુડા, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, મૂળી તેમજ વઢવાણ કુલ 42 કેસ મળી આવ્યા હતા.

વર્ષની શરૂઆતના દિવસોમાં જ અચાનક કેસ વદી જતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે. વધતા કેસોને લઇ સેમ્પલ વધારવામાં આવ્યા છે. અત્યાર સુધીના દિવસના સરરેશ 1500 સેમ્પલ લેવામાં આવતા હતા. જે વધારીને 2000 થી 3000 સેમ્પલ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ મૂળીમાં એકસાથે કોરોનાનાં ત્રણ કેસો આવતા ફફડાટ ફેલાયો છે. જેને લઇને મૂળી તાલુકામાં કેટલાક સમયથી કોરોના ગાયબ હતો. ત્યારે મંગળવારે મૂળીનાં કોળીપરા સહિત ત્રણ જેટલા કેસો એકસાથે આવતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. જયારે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કામગીરી કરાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

બીજી તરફ મંગળવારે જિલ્લામાં આરટીપીસીઆરના 1925 અને એન્ટિજનના 411 સહિત કુલ 2336 લોકોને ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લાના પાટડી, સાયલા અને થાનગઢમાં એકપણ કેસ ધ્યાને ન આવતા આરોગ્ય વિભાગે રાહતનો દમ લીધો હતો. તા. 11 જાન્યુઆરીને મંગળવારના રોજ 65 કેન્દ્રો પર 6091 લોકોએ રસી મૂકાવી હતી. આથી જિલ્લામાં 12,85,797 પ્રથમ અને 12,46,423 બીજા ડોઝ સાથે કુલ 25,36,474 લોકોનું રસીકરણ થયુ હતુ.

અત્યાર સુધીમાં જિલ્લામાં 13,48,001 પુરૂષો અને 11,83,811 મહિલાઓએ કોવિશિલ્ડની 21,97,004 અને કોવેક્સિનના 3,39,470 ડોઝ લીધા હતા. જિલ્લાના 15-17ની ઉંમરના 50,539, 18-44 વયના 15,54,605, 45-60ની ઉંમરના 5,90,343 અને 60 થી ઉપરની વયના લોકોનો આંક 3,40,987 પર રહ્યો હતો. અને મંગળવારે 1980 લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યા હતા.

ચુડા મામલતદાર કચેરીના 7 કર્મચારી કોરોના પોઝિટિવ

ચુડા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા કર્મીઓનો શુક્રવારે RTPCR ટેસ્ટ કરાયો હતો. જેમાંથી 3 કર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મંગળવારે કચેરીના 17 કર્મીઓનો એન્ટીજન રિપોર્ટ કરાવ્યો હતો. જેમાંથી 2 નાયબ મામલતદાર, 1 ક્લાર્ક અને 1 ઓપરેટરનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે શુક્રવારે પોઝિટિવ આવેલા ત્રણેય કર્મીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં આરોગ્ય તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ચુડા મામલતદાર કચેરી અડધા સ્ટાફ સાથે કામગીરી કરશે તેવું મામલતદાર એ.એસ.ઝાંપડાએ જણાવ્યું છે. જ્યારે ચુડા તાલુકાના 314 કોરોનાવોરીયર્સને બુસ્ટર ડોઝ આપ્યા હતાં.

વેક્સિન સર્ટિ. ન હોવાથી 150 લોકોને સરકારી કચેરીમાં પ્રવેશ ન મળ્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં સંભવિત ત્રીજી લહેરને લઇને હવે સરકારી કચેરીઓ સહિતના સ્થળોએ બે ડોઝના સર્ટી સાથે પ્રવેશ આપવામાં આવે છે. ત્યારે શહેરની વિવિધ કચેરીઓમાં પણ નિયમોનું પાલન કરાતા રસી ન લીધી હોય અને બંને ડોઝનું સર્ટી ન હોય તેવા લોકોને કામગીરી કરાયા વગર જ પાછા જવાનો ઘાટ સર્જાયો છે. જેમાં જિલ્લા આરોગ્ય વિભાગની કચેરીમાં જ દરરોજ અંદાજે 15 થી 20 લોકો પાછા જાય છે અને કેટલાક અરજદારો તો તાત્કાલીક રસી લઈને પાછા કચેરીએ આવે છે. છેલ્લા અઠવાડીયામાં 150થી વધુ લોકોને જાણ રસીનુ ભાન થયુ હોય તેવો માહોલ સર્જાયો હતો.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...