હળવદ પંથકમાં ચોરીની ઘટનાઓમાં વધારો થયા બાદ રાત્રિના સમયે દસેક ગામોમાં ડ્રોન ઉડતા જોવા મળતા લોકોમાં કુતૂહલ સાથે ડરનો માહોલ ફેલાયો છે. ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
હળવદ પંથકમાં છેલ્લા થોડા સમયમાં તસ્કરોએ બેફામ બનીને અનેક ચોરીઓને અંજામ આપ્યો છે. સામે પોલીસે પણ હવે ચોરોને વીણી વીણીને કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. જેમાં આજે જ એક ટ્રેકટરની ટ્રોલી કરનાર ચોરને દબોચી લીધો છે. આ અરસામાં છેલ્લા 2 દિવસથી ચરાડવા, ધનાળા, વેગડવાવ સહિતના દશેક ગામોમાં રાત્રીના સમયે ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા. એક તરફ ચોરીની ઘટના બીજી તરફ ઉડતા ડ્રોન જોઈને લોકોમાં ભય પણ ફેલાયો છે.
આ ઘટના અંગે પીઆઇ એમ.વી. પટેલનો સંપર્ક સાધતા તેઓએ કહ્યું કે, તેમને દસેક ગામોના સરપંચોએ ડ્રોન ઉડતા દેખાયા હોવાની જાણ કરી છે. જેથી તેઓની ટીમે આ દિશામાં તપાસ આદરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.