તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલામાં આજે અચાનક વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો. આજે વહેલી સવારથી જ હાઇવે પર અને સમગ્ર ચોટીલા શહેરમાં ધુમ્મસમય વાતાવરણ સર્જાયું હતુ. સુરેન્દ્રનગર જીલ્લાના ચાંમુડા માતાના ધામ એવા ચોટીલા શહેરમા અચાનક વાતાવરણમાં બદલાવ જોવો મળ્યો હતો. આજે ચોટીલામાં વહેલી સવારે ફરી ઠંડીની અસર અને ધુમ્મસ થવાના કારણે હાઇવે પર વાહનચાલકોને પણ ફોગ લાઇટનો ઉપયોગ કરીને વાહન ચલાવવાની ફરજ પડી તેમજ ધુમ્મસના કારણે લોકોએ પોતાના વાહનો સાઇડમાં પાર્ક કરીને વાતાવરણ ખુલ્લુ થવાની રાહ જોવાની ફરજ પડી હતી.
વાતાવરણ બદલાતા ઠંડીનો ચમકારો
ચોટીલા ચામુંડા માતાજીના મંદીરે પણ તળેટીથી ડુ્ંગર ધુમ્મસના આડમા ગાયબ થયો હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા. ભકતોએ પણ ધુમ્મસના કારણે ડુંગરના મંદીરે જવા માટે થોડા વિરામ બાદ ઉપર દર્શન કરવા ગયા હતા. ચોટીલામાં વહેલી સવારે કસરત કરતા લોકો અને ક્રિકેટ રમતા યુવાનોએ ધુમ્મસના વાતાવરણની મજા લેતા કસરતો અને ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. જેનાથી વાતાવરણમાં બદલાવ સર્જાતા ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો હતો.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.