રઝળપાટ:વઢવાણના ઝાંપોદડ ગામમાં 3 દિવસથી પીવાનું પાણી મળ્યું નથી

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામનું તળાવ, અવેડા પણ ખાલીખમ હોવાથી પશુધનને પાણી માટે રઝળપાટ

વઢવાણ તાલુકાના ઝાંપોદડ ગામમાં 3 દિવસથી પાણી ન મ‌ળતા લોકોમાં રોષ ફેલાયો હતો. ગામનુ તળાવ, અવેડાઓ ખાલીખમ હોવાથી મહિલાઓ તેમજ પશુઓને પણ પાણી માટે રઝળપાટ કરવાનો ઘાટ સર્જાયો છે. ત્યારે તંત્ર દ્વારા પાણીની લાઈન લીકેજ, થાંભલા પડી ગયા સહિતના બહાના કાઢીને પાણી ન આપતા હોવાની રાવ સાથે પૂર્વ ઉપસરપંચ અને લોકો દ્વારા પાણી નહીં મળે ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.

વઢવાણ તાલુકાના ઝાંપોદડ ગામની અંદાજે 2200 જેટલી વસ્તી વસવાટ કરી રહી છે. આ ઉપરાંત 450થી વધુ ગાય-ભેંસ સહિતના પશુધન છે. આ ગામના નર્મદાનું પાણી વાડલા ગામની પાણીની ટાંકીમાંથી વિતરણ કરવામાં આવે છે. પરંતુ છેલ્લા 3 દિવસથી પાણી ન મળતા ગામની મહિલાઓ, વૃદ્ધો તેમજ દિવ્યાંગોને પાણી માટે રઝપાટ કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત ગામનુ પાણીના સ્ત્રો સમાન તળાવ તેમજ પશુ માટેના અવેડા ખાલીખમ હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.

આ અંગે ગામના પૂર્વ ઉપ સરપંચ પરમાર પ્રવીણભાઈ અમરાભાઈ તેમજ ગામના મુકેશભાઈ નવઘણભાઈ ચૌહલા, રણછોડભાઈ લાલજીભાઈ રોજાસરા, ચંપાબેન લાલજીભાઈ, રીનાબેન મેઘજીભાઈ વગેરે જણાવ્યું કે, વાડલાની પાણીની ટાંકીમાંથી ગામમાં પાણી પહોંચાડવામાં આવે છે અને તેનું સમ્પમાંથી વિતરણ થાય છે. પરંતુ છેલ્લા 3 દિવસથી પાણીની લાઈન લીકેજ છે, થાંભલા પડી ગયા છે તેવા તંત્ર દ્વારા બહાના બતાવે છે અને પાણી મળતુ નથી. જ્યાં ત્યાં કોઇ મોટી કુંડીઓ ભરી હોય ત્યાંથી પાણી મેળવવુ પડે છે. આ ઉપરાંત ગામની મહિલાઓ અને પશુઓને પણ પાણી માટે ભટકવુ પડે છે. આથી આગામી સમયમાં પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલન કરીશુ.

અન્ય સમાચારો પણ છે...