નારાજગી:વઢવાણમાં પીવાના પાણી અને ગટરોના પ્રશ્ને ચીમકી, ઉભરાતી ગટરથી રોગચાળાનો ભય

સુરેન્દ્રનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સમસ્યા દૂર કરવા વિરોધપક્ષની રજૂઆત

વઢવાણ પાલિકાના વિરોધપક્ષના નેતા પુષ્પાબેન જી.મકવાણા, વિક્રમ દવે, વસંતબેન બી.બાર,પી.એમ.પરમાર, કિશોર ચાવડા સહિતનાઓ પાલિકા તંત્ર અને પ્રાદેશિક કમિશનરને લેખિત રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં જણાવાયા મુજબ અવારનવાર વઢવાણ પાલિકાની હદમાં આવા વિ્તારો જેમ કે ગણપતિ ફાટસર, નવાદરવાજા વિસ્તાર, અમરદીપપાર્ક,સંતોષ પાર્ક, ક્રિષ્નાપાર્ક, ગાયત્રીપાર્ક, વિરાટનગર, શ્રીહરિ પાર્ક, સુગમ સોસાયટી વગેરે વિસ્તારોમાં પીવાલાયક પાણી મળતુ નથી. અને ગટરયુક્ત પાણીનું વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત વઢવાણના ઘણા વિસ્તારોમાં ગટરના ઢાંકણાઓ તૂટેલા હોવાના કારણે ગટરો ઉભરાતી હોવાથી રોગચાળાનો ભય છે. આથી આ બાબતે દિવસ 2માં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જનઆંદોલન કરવાની રજૂઆતમાં ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...