પોલીસ સ્ટાફમાં ધરખમ ફેરફાર:સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ બેડામાં ધરખમ ફેરફાર, 1 PI અને 10 PSIની આંતરિક બદલી

સુરેન્દ્રનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બદલીઓ બાદ તાત્કાલિક હાજર થવાનો આદેશ પણ જિલ્લા પોલીસ વડાએ આપ્યો
  • જિલ્લામાં 52 કોન્સ્ટેબલ બાદ હવે PI અને PSIની બદલીઓ કરતા જિલ્લા પોલીસ વડા

સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ સ્ટાફમાં બદલીઓનો દોર યથાવત થઈ જવા પામ્યા છે. ત્યારે તાજેતરમાં જ ગૃહ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, વિધાનસભાને ચૂંટણી બાદ જ પીએસઆઇઓને જિલ્લા ટ્રાન્સફર થશે અને બદલીઓ જિલ્લા બાદ વિધાનસભાની ચૂંટણી બાદ જ કરવામાં આવશે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 10 જેટલા પીએસઆઇઓની આંતરિક રીતે બદલીઓ જિલ્લા પોલીસ વડા દ્વારા કરી નાખવામાં આવી છે.

સ્ટાફમાં ધરખમ ફેરફાર
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફમાં ધરખમ ફેરફાર થયા છે. પહેલા હેડ કોન્સ્ટેબલ' એ.એસ.આઈ તેમજ કોન્સ્ટેબલની બદલીઓ કરવામાં આવી હતી. ત્યારે હવે 10 જેટલા પી.એસ.આઇ અને એક પીઆઇની બદલી કરી નાખવામાં આવી છે. જેને લઇને વિધાનસભાની ચૂંટણી પહેલા પોલીસ સ્ટાફમાં ધરખમ ફેરફાર થયા છે કે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને લઈને બદલી કરવામાં આવી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ત્યારે આ મામલે તાત્કાલિક પણે હાજર થઈ જવા અંગેની સુધીના પણ બદલીઓ બાદ પીએસઆઇ અને પીઆઈને સૂચના આપી દેવામાં આવી છે.

10 જેટલા પીએસઆઇ અને એક પીઆઇની બદલી
લાંબા સમયથી એકને એક પોલીસ સ્ટેશનમાં અનેક પીએસઆઇ ફરજ બજાવતા હતા, ત્યારે આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત દ્વારા વિચારણા કરી અને 10 જેટલા પીએસઆઇ અને એક પીઆઇની બદલી કરી નાખવામાં આવી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી પહેલા પોલીસ સ્ટાફમાં ધરખમ ફેરફાર થયા છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જિલ્લામાં સુધરે અને સુદ્રઢ બને તેવા પ્રયાસો જિલ્લા પોલીસ વડા દ્વારા હાથ ધરવામા આવ્યા છે.

તાત્કાલિક પણે હાજર થવા પણ સૂચના
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા, લીંબડી, ચોટીલા અને ધજાળા સહિતના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇઓની બદલી કરી નાખવામાં આવી છે. તેમજ મહિલા યુનિટમાં ફરજ બજાવતા પીઆઇની ધાંગધ્રા ખાતે બદલી કરી નાખવામાં આવી છેને તાત્કાલિક પણે હાજર થવા પણ સૂચના આપવામાં આવી છે કે, વિધાનસભાની ચૂંટણી પહેલા જિલ્લા ટ્રાન્સફર થઈ શકે તેમ ન હોવાના કારણે આંતરિક બદલીઓ કરવામાં આવી હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. ત્યારે પોલીસ વિભાગમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...